તમિળનાડુના
વેલ્લોર શહેરમાં મલાઇકોડી નામના વિસ્તારમાં ટેકરીઓની નાની હારમાળાઓની તળેટીમાં "શ્રીપુરમ્"નું સુવર્ણ મંદિર આવેલું છે. સો એકર જમીનમાં
પથરાયેલું આ મંદિર નારાયણી અમ્માના નામે ઓળખાતી કહેવાતી આધ્યાત્મિક ગુરુએ
બંધાવ્યું છે. આ મંદિર દોઢ હજાર કિલો સોનાથી મઢવામાં આવ્યું છે. આ દેશમાં સોનાના
સત્સંગ વિના આધ્યાત્મિકતા પાંગરતી જ નથી. જ્યાં ચાલીસ કરોડ લોકો ગરીબી રેખાની નીચે
જીવે છે અને પોતાની ગરીબી માટે હજુ પૂર્વજન્મના પાપને જવાબદાર ગણે છે, એવા દેશમાં આવી
સુવર્ણ આધ્યાત્મિકતાથી તહેવારો ઝળહળે છે અને કવિઓ, લેખકો "ઉત્સવપ્રિયા જના"નો જયઘોષ કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો