અમદાવાદમાં એક જમાનામાં કવિ વલી ગુજરાતીની મજાર હતી |
2002માં મજાર તોડી નાંખવામાં આવી અને એક મંદિર બનાવવામાં આવ્યું |
ભગવાનનું મંદિર હંમેશાં સ્વચ્છ જગ્યાએ હોય, પરંતુ પાગલ, કટ્ટરપંથીઓએ વલીની મજાર તોડ્યા પછી ઉકરડો ઠાલવવાના એક ગંદા સ્થળે હનુમાનનું મંદિર બનાવ્યું |
આજે એ સ્થળ એક દલિત દંપતિના જીવન નિર્વાહનો સ્રોત બન્યું છે. તેઓ આખો દિવસ ઉકરડાના ઢગલા વચ્ચે બેસીને દૂધની, પ્લાસ્ટિકની થેલીઓ વગેરે અલગ પાડીને થેલાઓમાં ભરે છે વેચવા માટે. |
અમને જોઇને તેમના થાકેલા ચહેરાઓ પર સ્મિત ફરકી ગયું. તેમને ખ્યાલ આવી ગયો, કોઇક તો છે જે તેમના માટે લખવા આતુર છે |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો