શુક્રવાર, 23 માર્ચ, 2012

મલ્લિકા શેરાવતની નગ્નતા જેવો અતિનગ્ન પુરાવો





GNS (ગ્લોબલ ન્યૂઝ સર્વિસ)ની વેબસાઇટ પર 2012-03-02 15:59:43 સમયે નરેન્દ્ર મોદી અને ગુજરાતની છબી બગાડવાની કોશિશ એવા શીર્ષક હેઠળ એક લાંબો લચક લેખ લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે"સેક્યુલર મીડિયાનો મોટો વર્ગ (પ્રિન્ટ અને ટેલિવિઝન બંને) હાલના દિવસોમાં વર્ષગાંઠ મનાવી રહ્યા છે. વિડંબણા એ છે કે તે એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની દસમી વરસી છે, જેને ભૂલીને સમાજ (હિંદુ અને મુસ્લિમો સહીત સમાજના બધાં અંગ) સતત ખુશહાલી અને પ્રગતિની રાહ પર અગ્રેસર છે. આ ઘટના સન્ 2002ના ગુજરાત હુલ્લડોની છે, જેને સેક્યુલર મીડિયા અને સ્વયંભૂ માનવાધિકાર સંગઠન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની છબી કલંકિત કરવા માટે દરેક મોકા પર ઉછાળતા આવ્યા છે."

વેબસાઇટના આ જ પાના પર એન્ટરટેઇનમેન્ટ વિભાગ દર્શાવવામાં આવ્યો છે. જેમાં મલ્લિકા શેરાવતની નગ્ન તસવીર છે. અને શેરાવતને ક્વોટ કરવામાં આવી છે, જેમાં તે કહે છે કે સેન્સર બોર્ડ સમાજનું કેન્સર છે. (વાહ) મોદીના ટેકેદારો પોતાના બચાવ માટે મલ્લિકા શેરાવતના નગ્ન શરીરનો સહારો લઈ રહ્યા છે તેનો આ નગ્ન પુરાવો છે. આવી માનસિકતા ધરાવતા લોકો 2002ના નરસંહારમાં થયેલા સામૂહિક બળાત્કારોને સમર્થન ના આપે તો જ નવાઈ....

સોમવાર, 19 માર્ચ, 2012

દિવ્ય ભાસ્કરને પૂછવા જેવો સવાલ


27 ફેબ્રુઆરી, 2009ના દિવ્યભાસ્કરમાં નીચે મુજબના સમાચાર છપાયા હતા.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ: જૂનાગઢની મહિલાએ લાખોનોતોડ કરી લીધાની ચર્ચા
સ્વામિનારાયણસંપ્રદાયના વડતાલ તાબાના સોરઠના બે અને રાજકોટ જિલ્લાના એક મંદિરોના સાધુઓનીકામલીલા કેમેરામાં કેદ થઈ ગયાની ઊઠેલી વ્યાપક ચર્ચાને પગલે સમગ્ર સૌરાષ્ટ્રમાંભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. સાધુઓને વાસના સંતોષવા માટે યુવતીઓ પૂરી પાડનારજૂનાગઢની એક નામચીન મહિલાએ કામલીલાના દ્દશ્યોની સીડીના બદલામાં વાસનાંધ સાધુઓપાસેથી લાખોની રકમ ખંખેરી લીધાની ચર્ચા વચ્ચે આ પ્રકરણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ટોક ઓફધ ટાઉન બની રહ્યું છે.
પ્રાપ્તવિગતો મુજબ જૂનાગઢના વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર સાથે ગાઢ ઘરોબો ધરાવનાર એકએડવોકેટનો એ મંદિરમાં ભારે દબદબો છે. એ એડવોકેટની આંગળી પકડીને એક નામચીન મહિલા એડવોકેટે સાધુ વર્તુળોમાં પગપેસારો કર્યોહતો.
આ નામચીન મહિલાના ગોરખધંધા આખું જૂનાગઢ જાણે છે. પોતાના આ આગવા વ્યવસાયમાં ભારેનિપૂણતા ધરાવતી આ મહિલાએ જૂનાગઢ જિલ્લાના છેક છેવાડાના નગરના સ્વામિનારાયણ મંદિરનામુખ્ય સ્વામીના એક યુવાન અને ધર્મમાં જ આનંદ માનતા શિષ્યને તથા એજ મંદિરના કોઠારીસ્વામીના વિષ્ણુ અવતારનામધારી સમા શિષ્ય ઉપરાંત ગોંડલના સદા આનંદ પ્રમોદમાં રહેતાયુવાન સાધુને લપેટમાં લીધા હતા.
ત્રણે સાધુઓ માટે જૂનાગઢની બે અને ઊનાની એક દલિત યુવતીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાનો ધર્મ ભૂલીને વાસનાના રસમાં ડૂબેલા ત્રણે સાધુઓએ એ પછી તો માઝા મૂકી દીધીહતી. અનેક વખત વાસનાના ખેલ ખેલાયા અને એ દરમિયાન યુવતીઓ પૂરી પાડનાર મશહુર મહિલાએસાધુઓની નગ્ન કામલીલા કેમેરામાં કેદ કરી લીધી.

ઉપરોક્ત રીપોર્ટિંગમાંલખાયું છે કે, " ત્રણે સાધુઓ માટે જૂનાગઢની બે અને ઊનાની એક દલિત યુવતીનીવ્યવસ્થા કરવામાં આવી હતી." કયા પુરાવાના આધારે આ રીપોર્ટ લખવામાંઆવ્યો? સ્વામિનારાયણના આવા સાધુઓ લંપટ છે તે તો આખી દુનિયા જાણે છે,પરંતુ આમાં દલિત યુવતીને સંડોવવાની ક્યાં જરૂર હતી? આ રીપોર્ટ લખાયો ત્યારે દિવ્ય ભાસ્કરનો તંત્રી અજય ઉમટહતોા, જે હાલ ટાઇમ્સ ઑફ ઇન્ડીયામાં છે. હાલ દિવ્ય ભાસ્કરના તંત્રી પ્રણવ ગોળવેલકરછે. દલિતોએ પ્રણવભાઇને પુછવું જોઇએ કે, કયા પુરાવાના આધારે તમારા રીપોર્ટિંગમાં દલિતયુવતીને સંડોવી? તમારી નાતની જાતની, કોઈ વિપ્ર કન્યા, આબુ રોડ પર રહેતી કોઈ મારવાડી, રાજપુત જાતિની કન્યા પણ હોઈ શકે. શહેરામાં તાજેતરમાં દલિત યુવતી પર ભયાનક બળાત્કારો થયા, પોલિસ અને ભાજપના હોદ્દેદારો સંડોવાયા હતા, ત્યારે તો તમે દિવ્ય ભાસ્કરમાં થયેલા રીપોર્ટિંગમાં યુવતીની જાતિ છુપાવી હતી. તો આવા નાલાયક, લંપટ સાધુઓની કામલીલાના વૃતાંતોમાં દલિતોને ઘસડવાની શું જરૂર હતી

राजकारणनो भोजन समारंभ



જીવનમાં ક્યારેય કોઈ તોમોટા ભોજન સમારંભમાં તમે ગયા હશો. વિશાળ, આકર્ષક, ઝળહળતો હૉલ. એક તરફ સ્ટેજ પરદુલ્હા-દુલ્હન, બાજુમાં સંગીતના સૂર રેલાવતી ડાન્સપાર્ટી. ગીતોની છોળો વચ્ચેઝૂમતા, ગાતા જાનૈયા. સામે ખૂણામાં ખાણી-પાણીના કાઉન્ટર્સ. એક એકથી ચડિયાતીવાનગીઓની સુગંધથી મઘમઘતું વાતાવરણ. દરવાજે અનિચ્છનીય લોકોને અટકાવવા માટે સિક્યોરિટીનો ચાંપતો બંદોબસ્ત.

આ પાર્ટી છે ગુજરાતનું હાલનું સત્તાકારણ-રાજકારણ. દુલ્હા છે નરેન્દ્રભાઈ મોદી. દુલ્હન વિષે મારે કઇં જકહેવાનું નથી. જાનૈયા છે ભાજપના ધારાસભ્યો, હોદ્દેદારો, સમર્થકો અને લાભાર્થીઓ. હૉલની બહાર ઉભા છે અનિચ્છનીય લોકો એટલે કે મુસલમાનો. એમને અટકાવવા માટે દરવાજે ઉભા છે એમના જેવા જ તાકાતવર દલિત, આદિવાસી, બક્ષીપંચના લોકો, ઠાકોરો, દેવી-પૂજાકો,રબારીઓ વગેરે.

ગુજરાતના રાજકારણમાં મુસ્લિમ પ્રતિનિધિત્વને ખતમ થયે પચીસ વર્ષ વીતી ગયા. થોડીક હકીકતો, તથ્યો વાગોળી લઇએ. ૧૯૮૦માં ગુજરાતની છઠ્ઠી વિધાનસભામાં આઠ મુસ્લિમ ધારાસભ્યો ચુંટાયા હતા. આજે માત્ર ત્રણ ધારાસભ્યો મુસ્લિમ છે. વાંકાનેરમાં ૧૯૮૦માં પીરઝાદ મંજૂર હુસેન (કોંગ્રેસ) ચૂંટાયા હતા. આજે વાંકાનેરમાંથી ભાજપના જ્યોત્સના સોમાણી ચૂંટાયા છે. જામનગરમાં મહમદ હુસેન બલોચ હતા. આજે ત્યાં વસુબેન ત્રિવેદી છે. સિદ્ધપુરમાંશરીફભાઈ ભટીના સ્થાને બલવંતસિંહ રાજપૂત અને ગોધરામાં અબ્દુલરહીમ ખાલપાની જગ્યાએ હરેશ ભટ્ટ ચૂંટાયા છે. ઠાસરામાં યાસીન મિયાં મલેક હતા. આજે ભવાનસિંહ ચૌહાણ છે. ભરૂચના મહમદ પટેલ હવે ભૂતકાળ બની ચૂક્યા છે. ભરૂચની બેઠક પર રમેશ મિસ્ત્રી ચૂંટાયાછે. સૂરત (પશ્ચિમ)ની બેઠક પરથી ૧૯૮૦માં મહમદ સુરતી ચૂંટાયા હતા, આજે ત્યાંથી ભાવનાચપટવાલા ચૂંટાયા છે.

પચીસ વર્ષમાં મુસ્લિમોએએમના છ ધારાસભ્યો ગુમાવ્યા. એમના સ્થાને નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં એક કોંગ્રેસીછે, સિદ્ધપુરના બલવંતસિંહ રાજપૂત. બાકીની પાંચે પાંચ બેઠક ભાજપે અંકે કરી છે. આ છબેઠકોનું જાતિ પ્રમાણે વિશ્લેષણ કરીએ, તો બે બ્રાહ્મણો, બે દરબારો (ઓબીસી નહીં),એક પટેલ, એક વણિક, એક મિસ્ત્રી ચૂંટાયા છે. આમાંની એક પણ બેઠક પર દલિત, આદિવાસી કેબક્ષીપંચનો માણસ ચૂંટાયો નથી. આ છે ભાજપના હિન્દુત્વનો રાજકીય અર્થ.

મુસલમાનોનું રાજકીય નુકશાન દલિતો, આદિવાસીઓ અને બક્ષીપંચ માટે રાજકીય ફાયદો નથી. મુસલમાનોની રાજકીય બાદબાકીથાય તો, એથી કંઈ દલિતો, આદિવાસીઓ અને બક્ષીપંચના લોકોનું રાજકીય પ્રભુત્વ વધતુંનથી. મુસલમાનોની બરબાદીથી દલિત, આદિવાસી, બક્ષીપંચના લોકોએ હરખાવા જેવું નથી.

ગોધરા-કાંડ પછીના ત્રણ જમહિના દરમિયાન અમદાવાદ શહેરમાં થયેલી ૨૯૪૫ ધરપકડોમાં ૧૫૦૦ મુસલમાન, ૭૪૭ દલિત અને૭૫૭ બક્ષીપંચના લોકો હતા. માત્ર બે બ્રાહ્મણ, બે વાણિયા, ૧૧ પટેલો અને ૧૬ અન્ય સવર્ણો હતા. આ છે ભાજપનો અસલી ચહેરો. ભાજપના ભગવાને કેટલાક લોકોને ધારાસભામાં જવામાટે સર્જયા છે, તો કેટલાકને જેલમાં જવા માટે.

ગાલીબની જેમ આપણે કહેવું પડે,

હમેં માલૂમ હૈ હિન્દુત્વ કી હકીકત લેકીન
દલિતોં કો કટવાને, નરેન્દ્ર યહ ખયાલ અચ્છા હૈ.

પેલા ભોજન સમારંભને ફરી યાદ કરું. અંદર વાઈબ્રન્ટ ગુજરાતીઓની પાર્ટી ચાલે છે અને બહાર ચાલે છે હત્યાકાંડો. અંદર પતંગ-ઉત્સવો, ગરબા મહોત્સવો ચાલે છે અને બહાર દલિતો-આદિવાસીઓ-પછાતો, મુસલમાનો સાથે શેરીયુદ્ધમાં વ્યસ્ત છે. અંદર ગુજરાતની અસ્મિતાનો ભાંગરો વટાય છે, બહાર ગુજરાતીઓ લાજશરમ નેવેમૂકીને, નરાધમ બનીને સગર્ભા સ્ત્રીઓના ગર્ભ ત્રિશૂળથી ચીરવાના કાળા કામ કરે છે. અંદર રતિલાલ વર્મા નરેન્દ્ર મોદીના જૂતાને પાલીસ કરે છે બહાર એ જ નામનો છોકરો ચાની કીટલી પર માત્ર એક રૂપિયો લઈ લોકોના જૂતા સાફ કરે છે. અંદર ફકીરભાઈ વાઘેલા કુંવરબાઈનું મામેરું વહેંચે છે બહાર દલિત સમાજની કુંવરબાઈઓ મલ્ટીપ્લેક્સો અને કોમ્પલેક્સોમાં જાત તોડીને કચરાં પોતા કરે છે; ફાટેલી સાડીથી પોતાની દુબળી કાયા ઢાંકવાની મથામણ કરે છે અને એના ભાઇઓ રાજપુર-ગોમતીપુરમાં, દાણીલીમડામાં માથે કેસરિયા કફન બાંધીને, ધારિયા લઈને, મુસલમાનો સામે જંગે ચડે છે. હૉલની અંદર દિવંગત દલિતોની ઠાઠડીના ખર્ચા પેટે રૂ. ૧૫૦૦ સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ ચૂકવાય છે અને બહાર ગુજરાતના ગામે ગામ દલિતોની સ્મશાનભૂમિઓને માથાભારે સવર્ણ ગુન્ડાઓ દબાણ કરીને હડપ કરે છે.

હિન્દુત્વનો આ સાચો અર્થ છે. હિન્દુત્વ શું છે? રામાયણ-મહાભારતની વાર્તાઓ? કોઈ મુરારીની કથાઓ? ના, હિન્દુત્વ એટલે ઉપલી જાતિઓના ઉપલાં વર્ગોના આર્થિક હિતોની રક્ષા કરવાની ઢાલ, કવચ, છત્ર. ચંદ્રકાંત બક્ષી નામના ચિતરી ચડે તેવા  કોમવાદી કટારલેખકે એટલે જ કહેલુંકે backward caste is sword of Hinduism. પછાત જાતિઓ હિન્દુત્વની તલવાર છે. આ તલવાર હિન્દુ સમાજની મુઠ્ઠીભર ઉપલી જાતિઓના ઉપલા વર્ગોના આર્થિક હિતોની રક્ષા કરવા માટે વપરાય છે.

બ્રાહ્મણો બે હજાર વર્ષ પહેલાં બોલતા હતા:

આભિ: સ્પૃધો મિથતીરહિષજયન્નમિત્રસ્ય મન્યુમિન્હ આમિર્વિશ્વા અભિપૂજો વિષૂચીરાર્યાય વિશોએવ તારીહોસ્ત:

અર્થાત્

"હે દેવ આ બધાથી (મંત્રોથી) એમને હરાવ. એ દુશ્મનોને, જે અમારી સામે લડે છે. અક્ષત રહીને, વેરીઓના ક્રોધને રોધ. અમારી પ્રાર્થનોઓ વડે, અમારા દુશ્મનોને દરેક દિશામાં નસાડી મૂક. દાસોની જાતિઓને આર્યોને તાબે આણ."

પછી એ ઇન્દ્રદાસવર્ણને નીચે નમાવે છે અને ગુફાઓમાં હાંકી કાઢે છે.

યો દાસં વર્ણમધરંગુહાક:

આજે દાસવર્ણને સ્થાને મુસલમાન છે. ઇન્દ્રના સ્થાને નરેન્દ્ર છે. નવો શ્લોક આવો છે:

"અને પછી એનરેન્દ્ર મુસલમાનોને નીચે નમાવે છે અને જુહાપુરામાં હાંકી કાઢે છે."

હિન્દુત્વ એટલે માર્કેટીંગ. અમદાવાદના રીલીફ રોડ પર ગંગારામ ચેમ્બર્સમાં સંત આશારામ સ્ટોર્સ છે. ક્યારેક સમય મળે તો એની મુલાકાત લેજો. સ્ટોર્સમાં એક અર્ધનગ્ન સ્ત્રીને આગોશમાં લઈને ઉભેલા એવા જ એક અર્ધનગ્ન યુવાનનું ચિત્ર છે. બાજુમાં જ બ્રેસિયરની જાહેરાત કરતી મૉડલ યુવતીના સેક્સી અપીલ ધરાવતા પોસ્ટર્સ ટીંગાડેલા છે. અહીં બ્રા, પેન્ટીક, નીકર્સ, ઘાઘરા, ગાઉન બધું જ વેચાય છે. અમદાવાદમાં સંત આશારામ સ્ટોર્સમાં લોકોને બ્રા, પેન્ટીઝ વેચવાના ને ડાંગના આદિવાસીને વેચવાનું હિન્દુત્વ. જ્યાં જે માલ ખપે ત્યાં તે વેચવાનો.

આ છે હિન્દુત્વનું માર્કેટિંગ. માર્કેટિંગ તો એનજીઓવાળા પણ કરે છે. આજથી દસ વર્ષ પહેલાં આજની તારીખે માથે મેલું ઉપાડવાની પ્રથા અંગે કોઈ અખબારી વૃતાંત આવ્યો હોય, તો આજે એની યાદમાં ‘માથે મેલુ નાબૂદી દિવસ' જાહેર કરવો. માર્કેટીંગનો આ પણ એક પ્રકાર છે. પણ હિન્દુત્વનું માર્કેટિંગ આટલું નિર્દોષ, નિરુપદ્રવી, બચકાના નથી. હિન્દુત્વનું માર્કેટીંગ આથી વિશેષ ઉપદ્રવી, ઘાતક અને કાતિલાના છે. એ આપણી એનજીઓના માર્કેટિંગની જેમ પોલીસ્ડ, સેફિસ્ટીકેટેડ નથી. એમાં આવા સેમીનાર, સિમ્પોઝિયમ, ચર્ચાગોષ્ઠિઓ થતાં નથી. એમાં તો સરેઆમ, ચોકઠા વચ્ચે ત્રિશૂળો ઉંચા કરીને કહેવાતી ધર્મ-રક્ષાના શપથ લેવાય છે.

(તા. ૧૨ માર્ચ, ૨૦૦૬. અમદાવાદમાં ગુજરાત સામાજિક મંચના ઉપક્રમે અમન સમુદાય આયોજિત સંમેલનમાં આપેલા વક્તવ્યના કેટલાક અંશો)
    


રવિવાર, 18 માર્ચ, 2012

મોદી અને સમાજિક સમરસતા





કિશોર મકવાણા જન્મે દલિત છે. સંઘ પરિવારે ગુજરાતમાં હિન્દુત્વની વિચારધારા ફેલાવવા માટે થોડા સમય માટે મકવાણાને 'સાધના' મેગેઝીનના તંત્રી બનાવ્યા હતા. શ્રી. મકવાણાએ 'સામાજિક સમરસતા' પુસ્તક બહાર પાડ્યું અને તેના લોકાર્પણમાં નરેન્દ્ર મોદીને બોલાવ્યા. મોદી લોકાર્પણમાં દલિતો વિષે કશુંક બોલ્યા (જે એમણે એક રાજકારણી તરીકે બોલવું જોઇએ), એ જે કંઇ બોલ્યા તેના વિષે કોંગ્રેસીઓએ કાગારોળ કરી (જે એક વિપક્ષ તરીકે તેમણે કરવી જોઇએ), પરંતુ મારે મોદી કે કોંગ્રેસીઓની લવારી જોડે કોઈ જ નિસબત નથી. મકવાણા આ લવારીઓ વિષે શું કહેવા માગે છે તેના તરફ સૌનું ધ્યાન દોરવા માગુ છું.

મોદીની વેબસાઇટ http://www.narendramodi.in/gu/ ના બ્લોગ પર શ્રીમાન મોદીએ મકવાણાનો પત્ર 'એ લેટર ફુલ ઑફ એગોની'  (એક પીડાસભર પત્ર) શીર્ષક હેઠળ છાપ્યો એ આપણે વાંચીએ.

મોદી લખે છે, 

"પાછલા દિવસોમાં, ભાષણો અને લેખો ઉપર આધારીત પુસ્તક સામાજિક સમરસતાનું લોકાર્પણ થયું. પુસ્તકના દલિત લેખક અને મારા પરમ મિત્ર કિશોર મકવાણાનો અત્યંત પીડાસભર પત્ર આજે મળ્યો.. એક દલિતની પીડાને આ બ્લોગના માધ્યમ દ્વારા તમારા સુધી પહોચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

શ્રી કિશોર મકવાણાનો અક્ષ્રરશઃ પત્ર

સાદર પ્રણામ…,

આપને એક હકીકતથી વાકેફ કરવા આ પત્ર લખી રહ્યો છું.

હું દલિત સમાજમાં જનમ્યો છું, દલિત-પીડિત-વંચિત પરિવાર- સમુદાયોની સમાજમાં સદીઓથી કેવી દુઃખદાયક સ્થિતિ છે તેના પ્રત્યક્ષ અનુભવોથી મારી જીંદગી ભરેલી છે.

આથી જ, પીડિત-વંચિત માનવીના દુઃખ દર્દને કોઇ પોતાની સંવેદનાનો સ્પર્શ કરે ત્યારે, તેના પ્રત્યે આત્મીયતા આપોઆપ જન્મે છે.

મારું સદભાગ્ય છે કે સંઘર્ષોની વચ્ચે અને એને અતિક્રમીને, મને વિચાર-લેખનના વ્યવસાયનો અવસર મળ્યો.

છેલ્લા અઢી દાયકાથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વિચાર અને વ્યવહારને ખૂબ ઝીણવટથી જોતો આવ્યો છું. અંતઃકરણમાં પવિત્રભાવથી એ પીડિતજનોની સેવામાં લાગેલા છે. એમના જીવનકાર્યનું કેન્દ્રબિંદુ હંમેશા સમાજનો છેવાડાનો માનવી છે. શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના દલિત બાંધવો આર્થિક રીતે પગભર થાય, શોષણથી મુકત થાય, સમગ્ર ગુજરાત સમરસ-એકરસ બને તે માટે પૂરા મનોયોગથી એક અર્થમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નને જ મૂર્તિમંત કરી રહ્યા છે. એમના વિચાર અને વ્યવહારમાં અંશ માત્રનો ભેદ મને ન દેખાયો ત્યારે લાગ્યું કે એમના સમાજ પ્રત્યેના  કર્તવ્યભાવ અને મમભાવને વ્યકત કરતા લેખો અને પ્રવચનો લોકો આગળ મૂકવા જોઇએ, આ વિચારમાંથી જ સામાજિક સમરસતાપુસ્તકનું  સર્જન થયું. આ મારું પ્રથમ પુસ્તક નથી, અગાઊ બિરસા મુંડા, સંત રવિદાસ, સમર નહીં સમરસતા, રાષ્ટ્રભકત ડો.બાબાસાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ વગેરે વિષય પરના મારા ૧૩ પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચૂકયા છે.

મારા માટે ગૌરવનો વિષય હતો કે સામાજિક સમરસતાનામનું મારું ૧૪મું પુસ્તક લોકો વચ્ચે આવી રહ્યું હતું. ૨૬ એપ્રિલ, ૨૦૧૦ના દિવસે સાંજે ૬-૩૦ વાગે યોજાયેલા આ સમારોહમાં ગુજરાતના ક્રાંતિકારી સંત પૂ. સ્વામી સચ્ચિદાનંદ, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને જાણીતા કવિ-લેખક શ્રી સુરેશ દલાલ ઊપસ્થિત રહ્યા. મારા માટે આ આનંદનો અવસર હતો.

સંપૂર્ણ લોકાર્પણ સમારોહ અત્યંત ગરિમામય રહ્યો.  મારા પત્રકાર મિત્રોએ ઊમળકાથી અખબારો, પ્રેસ મીડિયામાં બીજા દિવસે, આ પુસ્તક વિમોચનના સમાચારને ખૂબ સારી રીતે પ્રસિદ્ધિ આપી. મારા જેવા દલિત લેખક-સર્જક માટે જીવનની આ ચિરસ્મરણીય એવી સૌથી યશદાયી ઘટના હતી. પરંતુ એક દલિતના આ આનંદના અવસરને કોંગ્રેસે કલંકિત કરવાનો, એને વિકૃતિના રંગે રંગવાનો હિન પ્રયાસ કર્યો. શ્રી નરેન્દ્ર મોદીએ એમના સમગ્ર પ્રવચનમાં કયાંય-કોઇ પણ સ્વરૂપે દલિત સમાજ માટે કોઇપણ પ્રકારની હલકી વાત કરી નથી. મોદી જે બોલ્યા જ નથી તેવી વાત તેમના મોંઢામાં મૂકી કાગ્રેસે વિકૃત અને મનઘડંત ઊપજાવી કાઢેલા નિવેદનો કર્યા.   કોંગ્રેસી આગેવાનોએ સામાજિક સમરસતાના ભાવપૂર્ણ પ્રસંગને સરાસર જુઠ્ઠાણાં દ્વારા કલંકિત કરવાનો પ્રયાસ કર્યો.

પવિત્ર ભાવથી દલિત સમાજની ઊન્નતિ માટે કર્તવ્યરત શ્રી નરેન્દ્ર મોદી અંગે કોંગ્રેસના વિકૃત અને જુઠ્ઠા નિવેદનથી કેવળ મને જ નહી પણ સમગ્ર દલિત સમાજને આઘાત લાગ્યો છે. શ્રી નરેન્દ્ર મોદીના આખે-આખા પ્રવચનની  વિડીયો-ડીવીડી અને વેબસાઇટ ઊપર ટ્રાન્સક્રિપ્ટ આજે પણ ઊપલબ્ધ છે. મારા દલિત બાંધવોને નમ્ર વિનંતી છે કે  તે જોઇ જવી જોઇએજેથી આપ સત્ય જાણી શકો.

હિન્દુસ્તાનના અગ્રીમ હરોળના અંગ્રેજી દૈનિક હિન્દુમાં પ્રબુદ્ધ તંત્રીશ્રી એન.રામનો અહેવાલ અહીં ટાંકુ છું.

એમણે કોંગ્રેસીઓની ઢોંગી દલિત ભકિત અને  વિકૃતિનો પર્દાફાશ કર્યો છે.

હિન્દુએ લખ્યું છે કે સામાજિક સમરસતા પુસ્તક વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના પ્રવચનમાં હળાહળ જુઠ્ઠાણાં ઊમેરીને કોંગ્રેસ પોતાની આબરુ જ હણી રહી છે. શ્રી મોદીએ દલિતોની વિરુદ્ધ આખા પ્રવચનમાં એક પણ શબ્દ ઊચ્ચાર્યો નથી કે નથી મીડીયા રીપોર્ટરના પ્રસિદ્ધ થયેલા અહેવાલોમાં આવી કોઇ વાત તદન વજૂદ વગર શ્રી નરેન્દ્ર મોદી સામે આવા ઇરાદાપૂર્વકના આવા જૂઠ્ઠાણાં ફેલાવવાથી કાગ્રેસ દલિતોની હામી થઇ શકવાની નથી. કાગ્રેસ તો દેશ માટે ભયજનક વોટ બેન્ક પોલીટીકસને જ વરેલી છે અને એણે કયારેય દલિતોના હિતોની પરવા કરી જ નથી. માત્ર અને માત્ર દલિતોનો અને સમાજના વંચિત વર્ગનો ઊપયોગ કરીને સત્તામાં ચીટકી રહેવું છે, ચૂંટણી સમયે ખાસ કરીને પોતાના સત્તા સ્વાર્થી હેતુ માટે દલિતોને સાધન બનાવી દીધા છે.

જોકે, જે કોંગ્રેસે ડો.બાબાસાહેબ આંબેડકરને જીવનભર અપમાનિત કર્યા, દલિતોને કાયમ મૂરખ બનાવી એમનો વોટબેન્ક તરીકે જ ઊપયોગ કર્યો છે. એની પાસે બીજી કોઇ અપેક્ષા ના રાખી શકાય. ડો.બાબાસાહેબ જ્ઞાતિવીહીન-એકરસ સમાજ ઇચ્છતા હતા. પરંતુ કોંગ્રેસ એના સ્થાપના કાળથી જ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વેરઝેરનું વાવેતર કરતી આવી છે.

ડો.બાબાસાહેબ આંબેડકરે લખેલ કોંગ્રેસે અસ્પૃશ્યો માટે શું કર્યુંગ્રંથ વાંચવા જેવો છે. આ ગ્રંથમાં અનેક  હકીકતો અને ઘટનાઓ વર્ણવી કોંગ્રેસના દલિત વિરોધી અસલી ચહેરાને ડો.બાબાસાહેબે  ઊઘાડો પાડ્યો છે. અમદાવાદ જિલ્લાના કાવિઠા ગામમાં અસ્પૃશ્ય બાળકોના શાળા પ્રવેશ બાબતે ગામ લોકોએ અસ્પૃશ્યોનો બહિષ્કાર કરેલો. એ વખતે સ્વયં બાબાસાહેબે કાવિઠા ગામ આવી દરમિયાનગીરી કરી હતી. પરંતુ કોંગ્રેસે ગામલોકોને સમજાવવાના બદલે અસ્પૃશ્યોને જ ગામ છોડી જવાની સલાહ આપી હતી. ડો.બાબાસાહેબ મુંબઇથી અમદાવાદ આવ્યા ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશને કોંગ્રેસી કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી તેમને અપમાનિત કર્યા હતા.

ડગલે ને પગલે ડો.બાબાસાહેબ પર માનસિક અત્યાચાર કરનાર અને દલિતોનો વોટ બેન્ક તરીકે ઊપયોગ કરનાર કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટી અમારા દલિત, વંચિત, શોષિત, પીડિત સમાજની પીડા નિવારવી તો દૂર રહી પણ આ પરાઇ પીડાના જાણતલ એવા શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા સમરસ સમાજના શ્રેયકર ચાતક સામે સરાસર જૂઠ્ઠાણાં દલિતોના નામે ફેલાવે ત્યારે કોંગ્રેસની આ નીતિ-રીતિ સામે દલિતોનો આક્રોશ સ્વાભાવિક પ્રગટે જ.

અહીં એક વાત તરફ પણ આપનું ધ્યાન દોરવા માંગુ છું, છેલ્લા આઠ વર્ષથી ગુજરાત અને શ્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાની એક પણ તક ગુજરાત વિરોધીઓ ચૂકતા નથી. આવા સમયે દેશ, ગુજરાત અને સમાજમાં વિખવાદ કરનારા તત્વોને ઓળખી લેવા જોઇએ.

પોતાનો સ્વાર્થ સાધવા કોંગ્રેસ કઇ હદે જઇ શકે છે એ જણાવવા જ મારી વાત આપની સમક્ષ પત્ર દ્વારા પહોંચાડી રહ્યો છું. મારી આ લાગણીમાં આપ સહભાગી બનશો જ એવી અપેક્ષા છે.
આભાર સહ

આપનો,
કિશોર મકવાણા
સામાજિક સમરસતા પુસ્તક


મકવાણા લખે છે, "શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના દલિત બાંધવો આર્થિક રીતે પગભર થાય, શોષણથી મુકત થાય, સમગ્ર ગુજરાત સમરસ-એકરસ બને તે માટે પૂરા મનોયોગથી એક અર્થમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નને જ મૂર્તિમંત કરી રહ્યા છે." શું આ સાચુ છે? મકવાણા અહીં બાબાસાહેબના પુસ્તક કોંગ્રેસે અસ્પૃશ્યો માટે શું કર્યું તેનો ઉલ્લેખ કરે છે. ખરેખર આ પુસ્તકનું નામ છે, 'કોંગ્રેસ અને ગાંધીએ અછૂતો માટે શું કર્યું?' (what congress and Gandhi have done to the untouchables?). મકવાણાને પુસ્તકના નામની જ ખબર નથી અથવા તો જાણીબૂઝીને પુસ્તકનું ખોટું નામ લખે છે. માઇન્ડ વેલ, અહીં બાબાસાહેબ 'ગાંધીજી' શબ્દ વાપરતા નથી, 'ગાંધી' શબ્દ વાપરે છે. આ પુસ્તકના 'પામર શરણાગતિ' પ્રકરણમાં મંદિરો અને કુવાઓ ખુલ્લા મુકવાના કોંગ્રેસના કાર્યક્રમની ટીકા કરતા બાબાસાહેબ લખે છે, "કોંગ્રેસની આ ચળવળની એક ખરાબ અસર એ પડી કે તેણે રાજકીય માનસ ધરાવતા હિન્દુઓનું કપટી જૂથ ઉભુ કર્યું કે જે કોંગ્રેસને ઉપયોગી નીવડે તેવું કોઈપણ જૂઠાણું બોલવામાં જરીકે ખચકાટ અનુભવતું નહોતું." આજે પણ આ ટીકા કેટલી સાચી છે! આજે ભાજપને ઉપયોગી નીવડે તેવું કોઈપણ જુઠાણું બોલવામાં જરીકે ખચકાટ નહીં અનુભવતા હિન્દુઓ (અને દલિતો)નું ટોળું મેદાનમાં ઉભુ છે.

મકવાણા અમદાવાદ જિલ્લાના કાવીઠા ગામનો ઉલ્લેખ કરે છે અને લખે છે કે કોંગ્રેસે અસ્પૃશ્યોને ગામ છોડી જવાની સલાહ આપી હતી. શું મકવાણાને ખબર છે બાબાસાહેબે કયા પુસ્તકમાં આ ઘટના નોંધી હતી? ખરેખર તો આ ઘટના બાબાસાહેબના અપ્રગટ લખાણોમાં નોંધાઈ હતી, જે છેક 1989માં મહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર: લખાણો અને ભાષણોના ખંડ પાંચમાં 'અસ્પૃશ્યતા અને કાયદાવિહીનતા' નામના પ્રકરણમાં આલેખાઈ છે. બાબાસાહેબ લખે છે,

"the strange part of the case is the part played by Mr. Gandhi and his henchman, Sardar Vallabhbhai Patel. With all the knowledge of tyranny and oppression practiced by the caste Hindus of Kavitha against the untouchables all that Mr. Gandhi felt like doing was to advise the untouchables to leave the village. He did not even suggest that the miscreants should be hauled up before a court of law. His henchman Mr. Vallabhbhai Patel, played a part which was still more strange. He had gone to kavitha to persuade the caste Hindus not molest the untouchables. But they did not even give him hearing. Yet this very man was opposed to the untouchables hauling them up in a court of law and getting them punished. The untouchables filed the complaint notwithstanding his opposition. But he ultimately forced them to withdraw the complaint on the caste Hindus making some kind of show of an understanding not to molest, an undertaking which the Untouchables can never enforce. The result was that the Untouchables suffered and their tyrants escaped with the aid of Mr. Gandhi’s friend, Mr. Vallabhbhai Patel."

બાબાસાહેબ અહીં સ્પષ્ટપણે લખે છે કે કાવીઠાના દલિતો સવર્ણો સામે કેસ ના કરે તેના તમામ પ્રયાસો મિસ્ટર ગાંધીના 'હેન્ચમેન' વલ્લભભાઈ પટેલે કર્યા હતા. બાબાસાહેબ વલ્લભભાઈ પટેલ માટે 'હેન્ચમેન' શબ્દ વાપરે છે, શબ્દકોશ પ્રમાણે હેન્ચમેનના ત્રણ અર્થો છે: 1. વિશ્વાસુ અનુયાયી, 2. મોટેભાગે સ્વાર્થી હિતો ખાતર કોઈ રાજકીય વ્યક્તિને સમર્થન આપતી વ્યક્તિ અને 3. એક ક્રિમિનલ ગેંગનો સભ્ય. મકવાણાએ પોતાની જાતને માત્ર એક જ સવાલ પૂછવાનો છે કે તેમના જેવા દલિતો આજે ભાજપમાં છે એ શું ખરેખર નરેન્દ્ર મોદીના 'હેન્ચમેન' છે? બાબાસાહેબે ત્યારે કહેલું કે કોંગ્રેસ સવર્ણોની રાજકીય અટક છે. (congress is political surname of caste Hindus). આજે ભાજપ સવર્ણોની રાજકીય અટક છે, એવું કહીએ તો લગીરે ખોટું નથી. "ડગલે ને પગલે ડો.બાબાસાહેબ પર માનસિક અત્યાચાર કરનાર અને દલિતોનો વોટ બેન્ક તરીકે ઊપયોગ કરનાર કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટી"ના સરતાજ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ હતા, જેમના નામો વટાવવા મિ. મોદીએ મહાત્મા મંદિર બનાવ્યું અને સ્ટેચ્યુ ઑફ લીબર્ટીથી ઊંચી પ્રતિમા બનાવવા થનગની રહ્યા છે. 

ખરેખર તો, કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ગાંધી અને સરદારની વિચારધારા છોડવા માગતા નથી. આ વિચારધારા છે હરીજન સેવક સંઘની વિચારધારા, જેમાં ટ્રસ્ટીઓ, વહીવટદારો સવર્ણો જ હોય. દલિતો તો માત્ર પ્રેક્ષકો, લાભાર્થીઓ અને અનુયાયીઓ જ હોય. આ વિચારધારા પ્રમાણે દલિતો ક્યારેય શાસક બને નહીં. મકવાણાએ એ સમજી લેવું જોઇએ કે આ દેશના દલિતોને હવે તેમની નાહકની ચિંતા કરનારા નરેન્દ્ર મોદીઓ કે રાહુલ ગાંધીઓની જરૂર નથી. દલિતો આ દેશના શાસક બનશે, સંઘ પરિવારના કે હરીજન સેવક સંઘના પ્યાદા બનશે નહીં. 

હિન્દુ રાષ્ટ્ર એટલે કેવું રાષ્ટ્ર?

હિન્દુ રાષ્ટ્ર એટલે એવું રાષ્ટ્ર
જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક મુખ્યપ્રધાન હોય,
જેમાં ખુન કા બદલા ખુન હોય, કાયદો અને વ્યવસ્થાનું શાસન ના હોય, એક ઠેકાણે નિર્દોષોની કતલ થાય તો, બીજા ઠેકાણે વેર લેવા બીજા નિર્દોષોની કતલ થાય;
જેમાં ગામડાઓમાં રહેતા દલિતો પર અત્યાચારો થતા રહે, સરકાર ઉત્સવોની ઉજવણીમાં મસ્ત રહે અને શહેરના દલિતો સોસાયટીઓમાં, ફ્લેટોમાં, ચાલીઓમાં ટીવી પર ક્રિકેટની મેચો જોતા રહે;
જેમાં બીટી કોટનના ખેતરોમાં સગીર વયના આદિવાસી બાળકો અને બાળકીઓનું શોષણ થતું રહે અને સરકાર એની તપાસ કરવા આવતા રાષ્ટ્રીય બાળ આયોગની ઠેકડી ઉડાવતી રહે;
જેમાં રાજ્યના મહિલા પ્રધાન વાલ્મીકિ સમાજના વડીલોના પગ ધોવાના નાટકો કરે, પરંતુ તેમના આર્થિક ઉત્થાનના કોઈ નક્કર પગલાં ભરવામાં ના આવે;
જેમાં મુખ્યપ્રધાનની ટીકા કરનારાઓને દેશ-દ્રોહીનો ઇલકાબ આપવામાં આવે;
જેમાં ક્રાન્તિની કવિતા લખનારા કવિઓ સરકારી એવોર્ડો માટે હવાતીયા મારે, જેની જેવી કિંમત પ્રમાણે દરેકનું મોઢું બંધ કરવામાં આવે;
જેમાં બામણવાદનો વિરોધ કરનારા લોકો પણ મુખ્યપ્રધાન તો શુદ્ર જાતિના છે એમ કહીને એમના વખાણ કરે;

(આમાં ઘણું ઉમેરી શકાય, તમને કંઈ સૂઝે તો મને જણાવજો)


શનિવાર, 17 માર્ચ, 2012

રાજભવન કે કોંગ્રેસભવન?

ગુજરાત સરકાર સાત વર્ષથી લોકાયુક્તની નિમણૂંક કરતી નહોતી.
માનનીય રાજ્યપાલ કમલા બેનીવાલે મુખ્યપ્રધાન અને પ્રધાન
મંડળની સલાહ વિના લોકાયુક્તપદે નિવૃત્ત ન્યાયાધીશ એ. આર.
મહેતાની નિમણૂંક કરી હતી, જેને હાઇકોર્ટે પણ બહાલ રાખી હતી.

હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માટે સંસદીય લોકશાહીનો કામચલાઉ ઉપયોગ
કરવાની વિચારધારા ધરાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકના
ઇશારાથી સમગ્ર અમદાવાદમાં ઠેરઠેર રાજભવન કે કોંગ્રેસભવન

 એવા સૂત્રો લખીને રાજ્યપાલના હોદ્દાની રીતસર ઠેકડી ઉડાડવામાં
 આવી, કહોકે તેમનું અપમાન કરવામાં આવ્યું

આ તસવીરો અમદાવાદના પોલીસ સ્ટેડીયમની સામેની દીવાલ
પર લખાયેલા સૂત્રોની છે. આ સૂત્રો ભારતીય જનતાપક્ષના કમળ
નિશાનની સાથે લખાયા છે.

તાજેતરમાં રાજકોટમાં વાલજીભાઈ સોલંકી નામના એક નાગરિક
સામે દીવાલ પર મુખ્યમંત્રીના વિરુદ્ધમાં લખાયેલા સૂત્ર અંગે થયેલા
પોલીસ કેસની એફઆઈઆર રદ કરાવવા નામદાર હાઇકોર્ટમાં દાદ
 માગવામાં આવી ત્યારે હાઇકોર્ટે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રીની
ગરીમાને લાંછન લગાડવું જોઇએ નહીં. 
 

અહીં રાજ્યનો સત્તાધારી પક્ષ પોતે પોતાના રાજકીય સ્વાર્થ ખાતર
 રાજ્યપાલની ગરીમાને લાંછન લગાડી રહ્યો છે એ કેટલું ઉચિત છે



(ફોટોગ્રાફ્સ - જયેશ સોલંકી)

કોણ છે કસાઈ?




અમદાવાદ જેવા મહાનગરમાં અંદાજે એક લાખ ફ્લેટોમાં મધ્યમ વર્ગના, ઉપલા મધ્યમ વર્ગના શાકાહારી, જીવદયાપ્રેમીઓ વસતા હશે? એક ઘરમાં સરેરાશ પાંચ માણસો ગણીને ચાલીએ. એક ઘરનો રોજ શાકભાજી સમાર્યા પછી છાલ, ફોતરાનો લીલો કચરો માત્ર સો ગ્રામ હોય તો, એક લાખ ઘરમાંથી રોજ દસ હજાર કિલો કચરો નીકળે. એક ગાય રોજ એક કિલો ચારો ખાતી હોય તો, જીવદયાપ્રેમીઓના ફ્લેટોમાંથી નીકળતા શાકભાજીના કચરામાંથી રોજ દસ હજાર ગાયોને પોષણ મળે. પરંતુ, આ કચરો ગાયોના પેટમાં જતો નથી, સુએઝ ફાર્મમાં જાય છે. તેજાભાઈ દેસાઈ, લલ્લુભાઈ દેસાઈ, નાગજી દેસાઈ, જૈનોના મહારાજસાહેબો, કસાઈઓ સામે કાગારોળ કરતા સંદેશ, ગુજરાત સમાચારના તંત્રીઓ, રીપોર્ટરો સાંભળો છો?

સોમવાર, 12 માર્ચ, 2012

ગાંધી આશ્રમના ટ્રસ્ટોનો કરોડોનો ટેક્સ બાકી




ગુજરાતમાં દલિત પત્રકારત્વનું ઉમદા ખેડાણ કરનાર 'ગરુડ' સામયિકના તંત્રી દલપત શ્રીમાળીએ સિત્તેરના દાયકામાં 'ગાંધીઆશ્રમ કે ભ્રષ્ટાચારનો અડ્ડો' નામનું પુસ્તક લખ્યું હતું. મૂર્ધન્ય સાહિત્યકાર અને પ્રખર ગાંધીવાદી ઉમાશંકર જોષીને આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું શ્રીમાળીદાદાએ કહેલું, પરંતુ આઝાદી પછી ગાંધીવાદી કોંગ્રેસનો ભ્રષ્ટાચાર જોઇને 'છિન્નભિન્ન' થયેલા ઉ.જો.એ પ્રસ્તાવના લખી નહોતી અને શ્રીમાળીદાદાએ પુસ્તક પ્રગટ કર્યું ત્યારે એમાં એક પાનુ પ્રસ્તાવનાનું કોરું રાખેલું. હું ત્યારે બારેક વર્ષનો હતો, જ્યારે શ્રીમાળીદાદા પુસ્તકોની પચાસેક નકલો મારા પિતાજીને આપવા મારા ઘરે આવેલા. મને એમની વાતોમાં બહુ રસ પડેલો અને સમગ્ર પુસ્તક એકથી વધારે વાર વાંચી ગયેલો. 


આઝાદીની ચળવળ વખતે ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. ત્યારબાદ ૧૯૩૩ની સાલમાં તેમણે સાબરમતી સત્યાગ્રહ આશ્રમ અંત્યજોને સર્મિપત કર્યો અને નવા ટ્રસ્ટીઓ આવ્યા તેમણે આ સંસ્થાનું નામ બદલીને સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ કર્યું હતું. અત્યારે આ ટ્રસ્ટની મુખ્ય ઓફિસ ગાંધી આશ્રમની પાસે આવેલી છે.

મૂળ ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ હેઠળ વિવિધ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલતી, જેમાં બાલમંદિર, રંગશાળા, વણાટશાળા, સ્ત્રી અધ્યાપન મંદિરસહિતની અનેક વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી હતી પણ ગાંધીના નિર્વાણ બાદ મોટાભાગની રચનાત્મક પ્રવૃત્તિઓ બંધ થઇ ગઇ તો કેટલીય પ્રવૃત્તિઓ ધીમી પડી ગઇ છે. અત્યારે સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટની કથિત રીતે એટલી હાલત કફોડી છે કેતેઓ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનો પ્રોપટી ટેક્સ પણ ભરી શકતા નથી, જેનો ખુલાસો એક આરટીઆઇમાં થયો છે.

જુના વાડજમાં રહેતા ૩૫ વર્ષીય જયેશ રાવતે ગાંધીએ સ્થાપેલી સ્વૈચ્છિક સંસ્થાઓની પ્રોપર્ટી ટેક્સની વિગતો માંગી હતી જેમાં સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટનો લાખો રૂપિયાનો ટેક્સ બાકી હોવાનું બહાર આવ્યું છે. જયેશ રાવત કહે છે કે, ‘અત્યારે વિશ્વભરમાંથી ગાંધીજીના નામે કરોડો રૂપિયાનું ડોનેશન ઉઘરાવી લાવનારી સંસ્થાઓનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ પાસે પ્રોપર્ટી ટેક્સ ભરવાના પણ રૂપિયા ન હોય તે વાત માન્યામાં આવે તેવી નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ નામ ન આપવાની શરતે કહે છે કે, ‘ મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓનો લાખો રૂપિયા પ્રોપર્ટી ટેક્સ બાકી હોવા છતા મહાત્માનું નામ સાથે જોડાયેલું હોઇ અમે પણ આ સંસ્થાઓ સામે સીલ મારવાની કાર્યવાહી કરતા નથી.


                                                                                             
પ્રોપર્ટી
કબજેદાર
બાકી ટેક્સ
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૪૦,૯૧૪
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૧૧૦૮૦
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૧૧૦૮૦
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૬૦૬૦
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૬૫૩૫૫
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૭૧૭૦૫
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૨૫૦૭
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૨૫૮૪૯
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૩૬૬૮
પ્રયોગ ટ્રસ્ટ
ટ્રસ્ટ
૨૬૪૦૭૭
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૬૦૪૦૫૨
કસ્તુરબા કાંતણ મંડળ
ટ્રસ્ટ
૮૭૩૧૦૬
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૧૭૩૫૯
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૧૭૩૫૯
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૧૭૩૩૯
સ્ત્રી અધ્યાપન મંદિર
ટ્રસ્ટ
૨૩૦૧૮૯
સાબરમતી કન્યા છાત્રાલય
ટ્રસ્ટ
૯૬૯૧૦૩
પીટીસી હોસ્ટેલ
ટ્રસ્ટ
૫૨૭૯૪૭
અન્ય જગ્યા
ટ્રસ્ટ
૨૪૨૪૧
ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ
ટ્રસ્ટ
૫૨૯૩૭
કન્યા વિદ્યાલય-ચિત્રશાળા
ટ્ર્સ્ટ
૨૦૯૩૬૮
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૫૯૦૭
બાલમંદિર
સેલ્ફ
૧૬૫૩૫૨
વણાટશાળા
ટ્રસ્ટ
૨૬૦૪૧૨
કન્યા વિદ્યાલય
સેલ્ફ
૧૧૧૦૪૩
સાબરમતી હરિજનઆશ્રમ ટ્રસ્ટ
ટ્રસ્ટ
૪૭૮૦૫૨
સાબરમતી હરિજનઆશ્રમ ટ્રસ્ટ
ટ્રસ્ટ
૨૦૨૨૯૬


આમ, સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના નામે કુલ સત્તર મિલકતો પર રૂ. 1,57,6834નો ટેક્સ બાકી છે. ત્યાર બાદ પ્રયોગ ટ્રસ્ટના રૂ. 264077, કસ્તુરબા કાંતણ મંડળના રૂ. 873106૮૭૩૧૦6, સ્ત્રી અધ્યાપન મંદિરના રૂ. 230189, સાબરમતી કન્યા છાત્રાલયના રૂ. 969103, પીટીસી હોસ્ટેલના રૂ. 527947, અન્ય જગ્યાના રૂ. 24241, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગના રૂ. 52937, કન્યા વિદ્યાલય-ચિત્રશાળાના રૂ. 209368, બાલમંદિરના રૂ. 165352, વણાટશાળાના રૂ. 260412, કન્યા વિદ્યાલયના રૂ. 111043 પ્રોપર્ટી ટેક્સ બાકી છે. આમ, કુલ મળીને 27 મિલકતો પર બધો મળીને કુલ રૂ. 5,21,1672નો ટેક્સ બાકી છે.