અમદાવાદ જેવા
મહાનગરમાં અંદાજે એક લાખ ફ્લેટોમાં મધ્યમ વર્ગના, ઉપલા મધ્યમ વર્ગના શાકાહારી,
જીવદયાપ્રેમીઓ વસતા હશે? એક ઘરમાં સરેરાશ
પાંચ માણસો ગણીને ચાલીએ. એક ઘરનો રોજ શાકભાજી સમાર્યા પછી છાલ, ફોતરાનો લીલો કચરો
માત્ર સો ગ્રામ હોય તો, એક લાખ ઘરમાંથી રોજ દસ હજાર કિલો કચરો નીકળે. એક ગાય રોજ એક
કિલો ચારો ખાતી હોય તો, જીવદયાપ્રેમીઓના ફ્લેટોમાંથી નીકળતા શાકભાજીના કચરામાંથી રોજ દસ હજાર ગાયોને પોષણ મળે. પરંતુ, આ કચરો ગાયોના પેટમાં જતો નથી, સુએઝ ફાર્મમાં જાય
છે. તેજાભાઈ દેસાઈ, લલ્લુભાઈ દેસાઈ, નાગજી દેસાઈ, જૈનોના મહારાજસાહેબો, કસાઈઓ સામે
કાગારોળ કરતા સંદેશ, ગુજરાત સમાચારના તંત્રીઓ, રીપોર્ટરો સાંભળો છો?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો