શનિવાર, 17 માર્ચ, 2012

રાજભવન કે કોંગ્રેસભવન?

ગુજરાત સરકાર સાત વર્ષથી લોકાયુક્તની નિમણૂંક કરતી નહોતી.
માનનીય રાજ્યપાલ કમલા બેનીવાલે મુખ્યપ્રધાન અને પ્રધાન
મંડળની સલાહ વિના લોકાયુક્તપદે નિવૃત્ત ન્યાયાધીશ એ. આર.
મહેતાની નિમણૂંક કરી હતી, જેને હાઇકોર્ટે પણ બહાલ રાખી હતી.

હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માટે સંસદીય લોકશાહીનો કામચલાઉ ઉપયોગ
કરવાની વિચારધારા ધરાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકના
ઇશારાથી સમગ્ર અમદાવાદમાં ઠેરઠેર રાજભવન કે કોંગ્રેસભવન

 એવા સૂત્રો લખીને રાજ્યપાલના હોદ્દાની રીતસર ઠેકડી ઉડાડવામાં
 આવી, કહોકે તેમનું અપમાન કરવામાં આવ્યું

આ તસવીરો અમદાવાદના પોલીસ સ્ટેડીયમની સામેની દીવાલ
પર લખાયેલા સૂત્રોની છે. આ સૂત્રો ભારતીય જનતાપક્ષના કમળ
નિશાનની સાથે લખાયા છે.

તાજેતરમાં રાજકોટમાં વાલજીભાઈ સોલંકી નામના એક નાગરિક
સામે દીવાલ પર મુખ્યમંત્રીના વિરુદ્ધમાં લખાયેલા સૂત્ર અંગે થયેલા
પોલીસ કેસની એફઆઈઆર રદ કરાવવા નામદાર હાઇકોર્ટમાં દાદ
 માગવામાં આવી ત્યારે હાઇકોર્ટે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રીની
ગરીમાને લાંછન લગાડવું જોઇએ નહીં. 
 

અહીં રાજ્યનો સત્તાધારી પક્ષ પોતે પોતાના રાજકીય સ્વાર્થ ખાતર
 રાજ્યપાલની ગરીમાને લાંછન લગાડી રહ્યો છે એ કેટલું ઉચિત છે



(ફોટોગ્રાફ્સ - જયેશ સોલંકી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો