શુક્રવાર, 30 નવેમ્બર, 2012

બહુજન એજન્ડા 2012


બહુજન એજન્ડાનો અમલ કરે તેને જ ચૂંટણીમાં વોટ આપો
અનામત
અનામત – રોસ્ટર એક્ટ
1.     બક્ષી પંચ, આદિવાસી અને દલિતની અનામત નાબૂદ કરવા ગુજરાતમાં 1985માં રમખાણો થયા હતા, ગાંધીનગર સચિવાલયના સવર્ણ કર્મચારીઓ સિત્તરે દિવસની હડતાલ પર ગયા હતા અને બક્ષી પંચ, આદિવાસી, દલિતોએ ગાંધીનગરમાં પાંચ લાખની ઐતિહાસિક રેલી કાઢી હતી, ત્યારે ગુજરાત સરકારે અનામત-રોસ્ટર એક્ટ ઘડવાની લેખિત ખાતરી આપી હતી, તે ખાતરીનો અમલ કરવામાં આવે. આ ખાતરી કોંગ્રેસ સરકારે આપી હતી અને તેનો અમલ કરાવવા ત્યારે વિપક્ષ બેઠેલા ભાજપના દલિત આગેવાનોએ આંદોલન કર્યા હતા અને ભાજપ સત્તા પર આવ્યા પછી તેઓ મૌન થઈ ગયા હતા. હવે કોંગ્રેસ-ભાજપ બંને આ ખાતરીનો અમલ કરવા માગે છે કે નહીં તે આ ચૂંટણીમાં પૂછવાનું છે.  
2.     રાજ્યની તમામ સરકારી કચેરીઓ, પંચાયત સહિત વર્ગ-1થી 4ની ભરાયેલ અનામત જગ્યાઓની સમીક્ષા કરી બેકલોગની જગ્યાઓ તારવામાં આવે. આ પછી ખાલી રહેતી બેકલોગની જગ્યાઓની યાદી સરકારની અધિકૃત વેબસાઇટ પર મૂકી તે જગ્યાઓ તબક્કવાર ભરવા માટેનું આયોજન કરવામાં આવે.
3.     રાજ્યની ગ્રાંટેડ, બિનસરકારી માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાઓ-કોલેજોની શૈક્ષણિક-બિનશૈક્ષિણક અનામત જગ્યાઓ ભરવા કેન્દ્રીકૃત ભરતી બોર્ડ બનાવવામાં આવે. જેથી સંસ્થાવારને બદલે રાજ્યકક્ષાએ અનામત-રોસ્ટર હોઇ અનામતનો મહત્તમ લાભ મળે.
4.     રાજ્યની તમામ યુનિવર્સિટીઓના સેનેટ, સિંડીકેટ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ વગેરેમાં સભ્ય તરીકે અનામતની જોગવાઈ કરવામાં આવે.
5.     ખાનગી ક્ષેત્રમાં અનામતનો અમલ કરવા માટેનો કાયદો કરવામાં આવે.
6.     સહકારી બેંકો, કંપનીઓ, મંડળીઓ વગેરેમાં અનામતની જોગવાઈનો અમલ કરવામાં આવે.
7.     રાજ્યના વેપાર-દ્યોગમાં અનુસૂચિત જાતિ-જનજાતિનું પ્રમાણ વધે તે માટેની ખાસ નીતિ ઘડવામાં આવે. જીઆઈડીસીમાં અનામત રાખવામાં આવે.
8.     સેંટ્રલ યુનિવર્સિટી, લો યુનિ. અને અન્ય વૈજ્ઞાનિક, ટેક્નીકલ અને સંશોધન સંસ્થાઓમાં અનામતની જોગવાઈ અને અમલમાં કરવામાં આવે.
9.     સેલ્ફ ફાઇનાન્સ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો અમલ કરવામાં આવે.
10.  તમામ ભરતી પરીક્ષાઓમાં અનામત વર્ગના જે ઉમેદવારો ઓપન મેરીટમાં આવે તેમની ઓપન મેરીટમાં ગણતરી કરવામાં આવે.
11.  ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા મંડળ જેવા ભરતી બોર્ડમાં ફરજિયાતપણે અનુસૂચિત જાતિના સભ્ય લેવામાં આવે.
12.  અનામત જગ્યા બિનઅનામત જગ્યામાં ફેરવવામાં આવે તે તથા ઓપન મેરીટનો અમલ કરવામાં આવે.
13.  રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં વર્ગ-1 થી 4ની અનામત જગ્યાઓ ભરવામાં આવે.
જમીન
14.  દલિતોને ફાળવેલી જમીનો બિન દલિતો ખરીદી શકે નહીં તેવો કાયદો કરવામાં આવે.
15.  તમામ ભૂમિહીન લિતો, આદિવાસી, બક્ષી પંચની જાતિઓને 2 એકર ખેડવાલાયક જમીન આપવામાં આવે.
16.  સરકારી પડતર જમીનો, સાંથણીની જમીનો આપવી. જમીનો પરના ગેરકાયદે ભોગવટો અને દબાણ દૂર કરી મૂળ માલિકને જમીનનો કબજો આપવો.
17.  દલિતોની ખેત સહકારી મંડળીઓને ાળવવામાં આવેલી જે જમીનો સવર્ણોને વેચવામાં આવી છે તે તમામના વેચાણ દસ્તાવેજો રદ કરી તે જમીનો પરત મેળવી ભૂમિહીન દલિતોને પાછી આપવી.
18.  ભૂમિહીનો દલિતોને જમીન ફાળવણીમાં સફાઇ કામદારને પ્રથમ પસંદગી આપવી.
19.  ભૂમિહીનોને ખેત, ખાતર, પાણી અને બિયારણ માટે અલગ ફાઇનાન્સ બોર્ડ બનાવવું.
ઘર
20.  શહેરી અને ગ્રામીણ, ઘરવિહોણા દલિત, આદિવાસી, બક્ષી પંચના કુટુંબની મહિલાના નામે ઘરનું ઘર આપવામાં આવે.
કામદાર
21.  અમદાવાદના બંધ મિલ કામદારોને રોજી માટેની યોગ્ય નીતિ ઘડવામાં આવે.
22.  બંધ મિલોની પડતર જમીનો ઘરવિહોણા દલિતોને ઘર બાંધવા  અને રોજી માટે આપવામાં આવે.
23.  ટેક્નિકલ કૌશલ્ય ધરાવતી કૌશલ્ય-આધારીત નોકરીઓ માટે દલિત, આદિવાસી, બક્ષી પંચના યુવાનોને તૈયાર કરવા ખાસ આઈટીઆઈ શરૂ કરવામાં આવે.
અત્યાચાર
24.  અત્યાચાર પ્રતિબંધક કાયદો, 1989માં રહેલી ક્ષતિઓ દૂર કરવા માટે કેન્દ્ર સરકારને વિધાનસભાના ખાસ ઠરાવ મારફત વિનંતિ કરવામાં આવે.
25.  અત્યાચાર પ્રતિબંધક કાયદો, 1989ના નિયમોમાં દલિતો-આદિવાસીઓને મહત્તમ ન્યાય મળે તે પ્રમાણેના કાયદા સુધારા કરવામાં આવે, વળતરની રકમમાં વધારાને બદલે અત્યાચારીઓને મહત્તમ સજા મળે તે માટેનું તંત્ર ગોઠવવામાં આવે.
26.  અત્યાચાર પ્રતિબંધક કાયદા હેઠળ હાલની નામ માત્રની ખાસ અદાલતોને બદલે અલાયદી ખાસ અદાલતો ઉભી કરવામાં આવે.
27.  અત્યાચારના કેસો લડવા માટેના ખાસ સરકારી વકીલોની પસંદગીમાં વર્ગ પ્રત્યે નિસબત ધરાવતા સંવેદનશીલ વકીલોની જ પસંદગી કરવામાં આવે.
28.  અત્યાચાર પ્રતિબંધક કાયદા હેઠળના કેસોમાં સજાનું પ્રમાણ વધે તે માટેનું સમયબદ્ધ આયોજન કરવામાં આવે.
વિશેષ
29.  ખેતકામદારો સહિતના તમામ કામદારોના લઘુતમ વેતનદારોની સમીક્ષા માટે એક પંચની રચના કરવામાં આવે.
30.  બાળમજૂરી અને વેઠિયા મજૂરી નાબૂદ કરવામાં આવે.
31.  ઘરકામ કરતી સ્ત્રીઓ અને બાળકોના વેતન દરો અને કલ્યાણ કાર્યક્રમો ઘડવામાં આવે.
બજેટ
32.  રાજ્યના કુલ બજેટમાં દલિતો, આદિવાસીની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી કરવાના આયોજન પંચના નિર્દેશોનું પાલન કરવામાં આવે.
પંચાયત
33.  જે ગામોમાં દલિતોની વસ્તી હોવા છતાં અનામત બેઠકો ફાળવી નથી ત્યાં અનાંમત ફાળવવી.
34.  પંચાચતોમાં સામાજિક ન્યાયનો તાત્કાલિક અમલ કરવામાં આવે.
35.  તમામ તાલુકા મથકોએ આધુનિક સુવિધાઓથી સજ્જ એવી લિત વિદ્યાર્થીઓ માટેની હોસ્ટલ શરૂ કરવામાં આવે.
36.  ગામની સામાજિક ન્યાય સમિતિઓને વધુ અસરકારક માટે બીપીએલ યાદી સામાજિક ન્યાય સમિતિ દ્વારા મંજૂર કરાવવાની જોગવાઈ કરવી, સફાઈ અને મરેલાં ઢોરના નિકાલની કામગીરી જોગવાઈ રદ્દ કરવી.
37.  પોતાના ગામમાં દલિતો પ્રત્યે સામાજિક ભેદભાવ, આભડછેટ નથી અને ગામમાં સામાજિક ન્યાય પ્રવર્તે છે, તેવા પ્રમાણ પછી જ ગામના વિકાસ કામોની ગ્રાંટ મંજૂર કરવામાં આવે.
38.  સમરસ ગ્રામ પંચાયત કરવામાં આવે ત્યારે ચૂંટણી અધિકરીએ દલિતોએ આ નિર્ણય લઈ દબાણ, ધાક બળજબરીથી સ્વીકાર્યો નથી તેવી લેખિત ખાતરી મેળવવાની કાયદામાં જોગવાઈ કરવી.
39.  દલિતો માટે સ્મશાન ભૂમિ નીમ કરવી, નવી સ્મશાન ભૂમિની માંગ આવે ત્યારે તે ગામના  લોકો માટે હોય તો જ મંજૂર કરવી, હાલના સ્મશાન જાતિભેદ સિવાય ઉપયોગમાં લેવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
શિક્ષણ-આરોગ્ય
40.  મધ્યાહ્ન ભોજન યોજનામાં દલિત બાળકો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોય તો તે અંગે શાળાના આચાર્ય સામે પગલાં ભરવામાં આવે.
41.  દલિત વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપની રકમ અને આવક મર્યાદાની સમીક્ષા કરી તે વધારવામાં આવે.
42.  આરોગ્ય યોજનાઓનો લાભ દલિતોને મળી રહે તે પ્રકારની બનાવવામાં આવે, જીવલેણ રોગોમાં મફ્ત તબીબી સારવાર અને સહાય આપવામાં આવે.
43.  ફરજિયાત પ્રાથમિક શિક્ષણના કાયદા મુજબ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા બેઠકો પર દલિત-ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવે.
સમરસતા
44.  સરકાર સંચાલિત કે સરકારી અધિકારીઓ જેના કર્તાહર્તા હોય તેવા તમામ હિન્દુ મંદિરો/યાત્રાધામોના પૂજરી તરીકે દલિતોની નિમંણૂક કરવામાં આવે.
સંશોધન
45.  દલિતોના સવાલો, ભાવિ પડકારો અને ઉકેલો માટે રિસર્ચ સંસ્થા ઉભી કરવામાં આવે.
46.  માથે મેલુ અને આભડછેટ અંગે સરકાર તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયંસ, મુંબઈ પાસે કરાવેલ અભ્યાસ જાહેર કરવામાં આવે અને તેની ભલામણો અમલ કરવામાં આવે.
કાયદો-અત્યાચાર
47.  પૂરતી બંધારણીય જોગવાઈઓ સાથે રાજ્ય અનુસૂચિત આયોગની રચના કરવામાં આવે.
48.  અત્યાચારના કેસોની સમીક્ષા કરવા માટે  મુખ્યમંત્રીના અધ્યક્ષપદે નિયમિત બેઠકો મળે અને તેનો અહેવાલ સરકારની વેબસાઇટ પર મૂકવામાં આવે.
49.  દલિત અત્યાચારો માટે સંવેદનશીલ ગણાતા વિસ્તારોના પોલીસ અને મુલ્કી અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો