અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક હેમંતકુમાર શાહે દિવ્ય ભાસ્કરમાં 11 સપ્ટેમ્બર,
2012એ ગુજરાતના વિકાસ પર એક લેખ લખ્યો. પંદર વર્ષ પહેલાં ડાંગ ખ્રિસ્તી ધર્માંતરના
બોંબ પર બેઠું છે, એવો સમકાલીન દૈનિકમાં લેખ લખનારા હેમંતકુમાર બીજેપીના કટ્ટર સમર્થક
હતા. (હાલ એમનું રાજકીય વલણ શું છે એની ખબર નથી). ખાદીના કપડાં પહેરનારા
હેમંતકુમારની જેમ ઘણા ગાંધીવાદીઓ ગુજરાતમાં બીજેપીના સમર્થક છે. ગુજરાતમાં ભયાનક
નરસંહાર આચરનારી જમાતથી આ લોકોએ છેડો ફાડ્યો છે એમ કેમ કહેવાય? ખેર, ભલે બાર વર્ષે પણ બાવો
બોલ્યો એનું મહત્વ તો છે જ. પ્રસ્તુત છે લેખ -
લેખક : હેમંતકુમાર શાહ
હકીકતો અને વાસ્તવિકતા ૧૯૮૦-૯૮ સુધી રાજયનો વિકાસદર ૧૫.૫૫ ટકા અને ૨૦૦૧ પછી તે
૯ ટકા જેટલો રહ્યો છે!
ગુજરાતનો વિકાસ નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જ કરવામાં આવ્યો છે એવો એક દાવો વારંવાર કરવામાં આવી રહ્યો છે. આવો દાવો એટલો બધો જોરશોરથી કરવામાં આવે છે કે ગુજરાતના, દેશના અને દુનિયાના લોકો પણ એમ માનતા થઈ ગયાં છે કે ગુજરાતનો વિકાસ નરેન્દ્ર મોદીના શાનસકાળ દરમિયાન જ ગયો છે. પરંતુ હકીકતો અને વાસ્તવિકતા કંઈક જુદાં જ છે.
સામાન્ય રીતે જેને વિકાસ કહેવામાં આવે છે તે જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ) એટલે કે કુલ ઘરેલું ઉત્પાદન કે આવકમાં દર વર્ષે કેટલો વધારો થાય છે તેના સંદર્ભમાં માપવામાં આવે છે. આ વધારો આવકનો વધારો કહેવામાં આવે છે. આવક વધવાનો દર વધે તો વિકાસ ઝડપથી થયો કહેવાય. ભારતનાં રાજયો માટે તેને એસડીપી (સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડકટ) એટલે રાજય ઘરેલું ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લાં ૫૦ વર્ષ દરમિયાન એસડીપીમાં વધારાનો દર કેટલો છે તેના સત્તાવાર આંકડા જોતાં માલુમ પડે છે કે નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતનો વિકાસ તેમણે જ કર્યો હોવા અંગે કરાતો દાવો કેટલો બધો ખોટો છે!
ગુજરાતમાં આ દ્રષ્ટિએ સૌથી ઊચો વૃદ્ધિ દર એટલે કે વિકાસ દર ૧૯૯૦-૯૪ના ચીમનભાઈ પટેલના શાસનકાળ દરમિયાન ૧૬.૭૩ ટકા જેટલો રહ્યો હતો. તે પછી બીજા ક્રમે સૌથી ઊચો વૃદ્ધિ દર ૧૯૮૧-૮૫ના માધવસિંહ સોલંકીના શાસનકાળ દરમિયાન રહ્યો હતો. ત્રીજો ક્રમે ૧૯૮૫-૯૦નો સમયગાળો આવે છે કે જયારે મુખ્યપ્રધાનપદે અમરસિંહ ચૌધરી હતા. તેમના શાસનગાળા દરમિયાન વૃદ્ધિ દર ૧૩.૬૪ ટકા હતો.
નરેન્દ્ર મોદીના ૨૦૦૧-૦૯ સમયગાળાને ઘ્યાનમાં લઈએ તો એ સમયગાળા દરમિયાન વૃદ્ધિ દર ૧૦.૩૦ ટકા છે અને જો ૨૦૦૫-૨૦૧૧ના સમયગાળાને ઘ્યાનમાં લેવાય તો તે દરમિયાન વૃદ્ધિ દર ૯.૩૫ ટકા છે. આ રીતે જોઈએ તો તે ગુજરાતમાં આવક વૃદ્ધિ દર નરેન્દ્ર મોદીના સમયગાળા દરમિયાન સૌથી વધારે રહ્યો જ નથી. એટલું જ નહીં પણ તે ચીમનભાઈ, માધવસિંહ અને અમરસિંહના શાસનકાળ દરમિયાનના વૃદ્ધિ દર કરતાં ઘણો જ નીચો રહ્યો છે.
નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન સૌથી ઊચો વૃદ્ધિ દર ૧૪.૭૭ ટકા ૨૦૦૩-૦૪ના વર્ષમાં સિદ્ધ થયો છે. જયારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી ઊચો વૃદ્ધિ દર ૪૦.૧૮ ટકા ૧૯૮૮-૮૯ના વર્ષ દરમિયાન સિદ્ધ થયો છે કે જયારે અમરસિંહ મુખ્યપ્રધાન હતા. એ પછી બીજા ક્રમે ૧૯૯૨-૯૩માં ૩૪.૩૩ ટકાનો વૃદ્ધિ દર ચીમનભાઈના શાસન દરમિયાન સિદ્ધ થયો હતો. માધવસિંહના શાસન દરમિયાન ૧૯૮૩-૮૪માં વૃદ્ધિ દર ૩૦.૦૬ ટકા રહ્યો હતો.
ગુજરાતનો ૫૦ વર્ષનો ઇતિહાસ જોતાં જણાય છે કે ૧૯૭૦-૭૧માં ૧૫.૩૫ ટકા ૧૯૭૩-૭૪માં ૨૨.૩૩ ટકા, ૧૯૭૫-૭૬માં ૨૮.૫૦ ટકા, ૧૯૮૧-૮૨માં ૨૫.૩૨ ટકા અને ૧૯૯૬-૯૭માં ૧૯.૩૩ ટકા જેટલો ઊચો વૃદ્ધિ દર સિદ્ધ થયેલો છે. જયારે નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન વધુમાં વધુ વૃદ્ધિ દર ૧૪.૭૭ ટકા ૨૦૦૩-૦૪માં સિદ્ધ થયો હતો. આમ હકીકતો એમ દર્શાવે છે કે નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન ગુજરાતના વિકાસની બાબતમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ જ નથી.
હકીકત એ પણ છે કે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં પાંચ વર્ષ તો એવા ગયાં છે કે જયારે ગુજરાતનો આવક વૃદ્ધિનો દર ૧૦ ટકા કરતાં પણ નીચો રહ્યો છે. તો પછી તેમના શાસનકાળ દરમિયાન જ ઉત્પાદન વઘ્યું, આવક વધી કે વિકાસ થયો એવું કેવી રીતે કહી શકાય!
વિકાસનો એક બીજો માપદંડ છે દેશ કે પ્રદેશના કુલ ઉત્પાદન કે કુલ આવકમાં ખેતીનો ફાળો ઘટે અને ઉધોગો તથા સેવાઓનો ફાળો વધે. અને અર્થતંત્રનું માળખું બદલાય છે એમ કહેવામાં આવે છે. તો શું નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન ગુજરાતના અર્થતંત્રનું માળખું બદલાયું છે ખરું? આંકડાઓ ન્નનો ભણે છે.
ગુજરાતના અર્થતંત્રમાં ખેતીનો ફાળો ૧૯૯૯-૨૦૦૦માં ૧૪.૫૨ ટકાનો હતો, ઉધોગોનો ફાળો ૩૯.૨૧ ટકા હતો અને સેવાઓનો ફાળો ૪૨.૧૭ ટકા હતો. ૨૦૦૮-૦૯માં ખેતીનો ફાળો ૧૪.૧૦ ટકા થયો, ઉધોગોનો ફાળો ૪૧.૦૫ ટકા થયો અને સેવાઓનો ફાળો ૪૧.૧૯ ટકા થયો. આમ, ખેતીનો ફાળો ૦.૪૨ ટકા જેટલો જ ઘટયો! ઉધોગોના ફાળામાં ૧.૮૪ ટકા જેટલો વધારો થયો અને સેવાઓના ફાળામાં ૦.૯૮ ટકા જેટલો ઘટાડો થયો!
આ રીતે જોતાં ગુજરાતના અર્થતંત્રના માળખામાં કોઈ નોંધપાત્ર પરિવર્તન નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન આવ્યું હોય એમ જણાતું નથી. વાસ્તવમાં ગુજરાતના ઔધોગિક વિકાસનો મજબૂત પાયો ૧૯૮૦થી ૧૯૯૮ના ગાળા દરમિયાન નંખાયો કે જયારે ગુજરાતની કુલ આવકમાં ખેતીનો ફાળો ૩૪ ટકાથી ઘટીને ૧૯.૪૨ ટકા થયો હતો, અને ઉધોગ ક્ષેત્રનો ફાળો ૨૮ ટકાથી વધીને ૪૧.૯ ટકા થયો હતો.
આમ, ગુજરાતના અર્થતંત્રનું માળખું તેની સ્થાપના પછીના બે દાયકા સુધી નોંધપાત્ર પરિવર્તન પામ્યું જ નહોતું અને તેમાં જે પરિવર્તન ૧૯૮૦-૯૮ દરમિયાન આવ્યું તે એ પછીના સમયગાળા દરમિયાન લગભગ યથાવત રહ્યું છે.ગુજરાતના આર્થિક વિકાસને આ રીતે ઐતિહાસિક પરિપ્રેયમાં જોતાં જણાય છે કે ૧૯૮૦-૯૮નો સમયગાળો ગુજરાતના ઔધોગિક વિકાસ માટે સૌથી મહત્ત્વનો રહ્યો છે, નહીં કે ૨૦૦૧ પછીનો નરેન્દ્ર મોદીનો શાસનકાળ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો