રવિવાર, 18 માર્ચ, 2012

હિન્દુ રાષ્ટ્ર એટલે કેવું રાષ્ટ્ર?

હિન્દુ રાષ્ટ્ર એટલે એવું રાષ્ટ્ર
જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક મુખ્યપ્રધાન હોય,
જેમાં ખુન કા બદલા ખુન હોય, કાયદો અને વ્યવસ્થાનું શાસન ના હોય, એક ઠેકાણે નિર્દોષોની કતલ થાય તો, બીજા ઠેકાણે વેર લેવા બીજા નિર્દોષોની કતલ થાય;
જેમાં ગામડાઓમાં રહેતા દલિતો પર અત્યાચારો થતા રહે, સરકાર ઉત્સવોની ઉજવણીમાં મસ્ત રહે અને શહેરના દલિતો સોસાયટીઓમાં, ફ્લેટોમાં, ચાલીઓમાં ટીવી પર ક્રિકેટની મેચો જોતા રહે;
જેમાં બીટી કોટનના ખેતરોમાં સગીર વયના આદિવાસી બાળકો અને બાળકીઓનું શોષણ થતું રહે અને સરકાર એની તપાસ કરવા આવતા રાષ્ટ્રીય બાળ આયોગની ઠેકડી ઉડાવતી રહે;
જેમાં રાજ્યના મહિલા પ્રધાન વાલ્મીકિ સમાજના વડીલોના પગ ધોવાના નાટકો કરે, પરંતુ તેમના આર્થિક ઉત્થાનના કોઈ નક્કર પગલાં ભરવામાં ના આવે;
જેમાં મુખ્યપ્રધાનની ટીકા કરનારાઓને દેશ-દ્રોહીનો ઇલકાબ આપવામાં આવે;
જેમાં ક્રાન્તિની કવિતા લખનારા કવિઓ સરકારી એવોર્ડો માટે હવાતીયા મારે, જેની જેવી કિંમત પ્રમાણે દરેકનું મોઢું બંધ કરવામાં આવે;
જેમાં બામણવાદનો વિરોધ કરનારા લોકો પણ મુખ્યપ્રધાન તો શુદ્ર જાતિના છે એમ કહીને એમના વખાણ કરે;

(આમાં ઘણું ઉમેરી શકાય, તમને કંઈ સૂઝે તો મને જણાવજો)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો