સોમવાર, 12 માર્ચ, 2012

ગાંધી આશ્રમના ટ્રસ્ટોનો કરોડોનો ટેક્સ બાકી




ગુજરાતમાં દલિત પત્રકારત્વનું ઉમદા ખેડાણ કરનાર 'ગરુડ' સામયિકના તંત્રી દલપત શ્રીમાળીએ સિત્તેરના દાયકામાં 'ગાંધીઆશ્રમ કે ભ્રષ્ટાચારનો અડ્ડો' નામનું પુસ્તક લખ્યું હતું. મૂર્ધન્ય સાહિત્યકાર અને પ્રખર ગાંધીવાદી ઉમાશંકર જોષીને આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું શ્રીમાળીદાદાએ કહેલું, પરંતુ આઝાદી પછી ગાંધીવાદી કોંગ્રેસનો ભ્રષ્ટાચાર જોઇને 'છિન્નભિન્ન' થયેલા ઉ.જો.એ પ્રસ્તાવના લખી નહોતી અને શ્રીમાળીદાદાએ પુસ્તક પ્રગટ કર્યું ત્યારે એમાં એક પાનુ પ્રસ્તાવનાનું કોરું રાખેલું. હું ત્યારે બારેક વર્ષનો હતો, જ્યારે શ્રીમાળીદાદા પુસ્તકોની પચાસેક નકલો મારા પિતાજીને આપવા મારા ઘરે આવેલા. મને એમની વાતોમાં બહુ રસ પડેલો અને સમગ્ર પુસ્તક એકથી વધારે વાર વાંચી ગયેલો. 


આઝાદીની ચળવળ વખતે ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. ત્યારબાદ ૧૯૩૩ની સાલમાં તેમણે સાબરમતી સત્યાગ્રહ આશ્રમ અંત્યજોને સર્મિપત કર્યો અને નવા ટ્રસ્ટીઓ આવ્યા તેમણે આ સંસ્થાનું નામ બદલીને સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ કર્યું હતું. અત્યારે આ ટ્રસ્ટની મુખ્ય ઓફિસ ગાંધી આશ્રમની પાસે આવેલી છે.

મૂળ ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ હેઠળ વિવિધ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલતી, જેમાં બાલમંદિર, રંગશાળા, વણાટશાળા, સ્ત્રી અધ્યાપન મંદિરસહિતની અનેક વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી હતી પણ ગાંધીના નિર્વાણ બાદ મોટાભાગની રચનાત્મક પ્રવૃત્તિઓ બંધ થઇ ગઇ તો કેટલીય પ્રવૃત્તિઓ ધીમી પડી ગઇ છે. અત્યારે સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટની કથિત રીતે એટલી હાલત કફોડી છે કેતેઓ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનો પ્રોપટી ટેક્સ પણ ભરી શકતા નથી, જેનો ખુલાસો એક આરટીઆઇમાં થયો છે.

જુના વાડજમાં રહેતા ૩૫ વર્ષીય જયેશ રાવતે ગાંધીએ સ્થાપેલી સ્વૈચ્છિક સંસ્થાઓની પ્રોપર્ટી ટેક્સની વિગતો માંગી હતી જેમાં સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટનો લાખો રૂપિયાનો ટેક્સ બાકી હોવાનું બહાર આવ્યું છે. જયેશ રાવત કહે છે કે, ‘અત્યારે વિશ્વભરમાંથી ગાંધીજીના નામે કરોડો રૂપિયાનું ડોનેશન ઉઘરાવી લાવનારી સંસ્થાઓનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ પાસે પ્રોપર્ટી ટેક્સ ભરવાના પણ રૂપિયા ન હોય તે વાત માન્યામાં આવે તેવી નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ નામ ન આપવાની શરતે કહે છે કે, ‘ મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓનો લાખો રૂપિયા પ્રોપર્ટી ટેક્સ બાકી હોવા છતા મહાત્માનું નામ સાથે જોડાયેલું હોઇ અમે પણ આ સંસ્થાઓ સામે સીલ મારવાની કાર્યવાહી કરતા નથી.


                                                                                             
પ્રોપર્ટી
કબજેદાર
બાકી ટેક્સ
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૪૦,૯૧૪
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૧૧૦૮૦
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૧૧૦૮૦
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૬૦૬૦
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૬૫૩૫૫
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૭૧૭૦૫
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૨૫૦૭
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૨૫૮૪૯
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૩૬૬૮
પ્રયોગ ટ્રસ્ટ
ટ્રસ્ટ
૨૬૪૦૭૭
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૬૦૪૦૫૨
કસ્તુરબા કાંતણ મંડળ
ટ્રસ્ટ
૮૭૩૧૦૬
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૧૭૩૫૯
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૧૭૩૫૯
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૧૭૩૩૯
સ્ત્રી અધ્યાપન મંદિર
ટ્રસ્ટ
૨૩૦૧૮૯
સાબરમતી કન્યા છાત્રાલય
ટ્રસ્ટ
૯૬૯૧૦૩
પીટીસી હોસ્ટેલ
ટ્રસ્ટ
૫૨૭૯૪૭
અન્ય જગ્યા
ટ્રસ્ટ
૨૪૨૪૧
ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ
ટ્રસ્ટ
૫૨૯૩૭
કન્યા વિદ્યાલય-ચિત્રશાળા
ટ્ર્સ્ટ
૨૦૯૩૬૮
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સેલ્ફ
૫૯૦૭
બાલમંદિર
સેલ્ફ
૧૬૫૩૫૨
વણાટશાળા
ટ્રસ્ટ
૨૬૦૪૧૨
કન્યા વિદ્યાલય
સેલ્ફ
૧૧૧૦૪૩
સાબરમતી હરિજનઆશ્રમ ટ્રસ્ટ
ટ્રસ્ટ
૪૭૮૦૫૨
સાબરમતી હરિજનઆશ્રમ ટ્રસ્ટ
ટ્રસ્ટ
૨૦૨૨૯૬


આમ, સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના નામે કુલ સત્તર મિલકતો પર રૂ. 1,57,6834નો ટેક્સ બાકી છે. ત્યાર બાદ પ્રયોગ ટ્રસ્ટના રૂ. 264077, કસ્તુરબા કાંતણ મંડળના રૂ. 873106૮૭૩૧૦6, સ્ત્રી અધ્યાપન મંદિરના રૂ. 230189, સાબરમતી કન્યા છાત્રાલયના રૂ. 969103, પીટીસી હોસ્ટેલના રૂ. 527947, અન્ય જગ્યાના રૂ. 24241, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગના રૂ. 52937, કન્યા વિદ્યાલય-ચિત્રશાળાના રૂ. 209368, બાલમંદિરના રૂ. 165352, વણાટશાળાના રૂ. 260412, કન્યા વિદ્યાલયના રૂ. 111043 પ્રોપર્ટી ટેક્સ બાકી છે. આમ, કુલ મળીને 27 મિલકતો પર બધો મળીને કુલ રૂ. 5,21,1672નો ટેક્સ બાકી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો