સોમવાર, 7 એપ્રિલ, 2014

બોદી સરકારનો ઠરાવ



મધ્યમ વર્ગનો માણસ સંતાનોને ભણાવવા 12 ટકાના દરે લોન મેળવે અને મોદીએ તાતાને 0.1 ટકાના દરે 9570 કરોડ રૂપિયાની લોન આપી અને એ પણ તાતાએ વીસ વર્ષ પછી માસિક ધોરણે પરત કરવાની રહેશે. વાંચો બોદી સરકારનો ઠરાવ. 

રિસોલ્યુશન નં TMT/10/2008/51/1, સચિવાલય, ગાંધીનગર, તા. ૧/૧/૨૦૦૯

પ્રસ્તાવના: છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી ગુજરાત લગભગ તમામ ઔધૌગિક ક્ષેત્રમાં રોકાણ માટે અતિ પસંદગીનું સ્થળ બન્યું છે. રોકાણકારોને આકર્ષવા માટેની રાજય સરકારની સક્રિય ભૂમિકાને પરિણામે ઘણા ઉધોગ સાહસિકો/ઔધૌગિક ગૃહોએ ટેક્ષટાઇલ, જેમ્સ અને જ્વેલરી, કેમિકલ અને પેટ્રો કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ અને ડ્રગ્સ, સ્ટીલ, સિમેન્ટ, ઈજનેરી જેવા અનેક ક્ષેત્રમાં રોકાણ માટે ગુજરાતની પસંદગી કરી છે. પરંતુ રાજ્ય ઓટોમોબાઈલ અને ઓટો એન્સિલરીમાં સારું રોકાણ આકર્ષી શક્યું નથી. મહારાષ્ટ્ર, તામિલનાડું અને દિલ્હી જેવા રાજ્યોમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે સારું એવું રોકાણ કરવામાં આવે છે. જ્યારે ગુજરાત રાજયમાં માત્ર એક જ કાર પ્રોજેકટ છે. જો કે ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં ઈજનેરી ઉધોગનો વિકાસ થયેલ છે તેમજ અનેક ઈજનેરી ઉઘોગ ગૃહ પણ આવેલા છે. (ખાસ કરીને MSME/માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇજ ક્ષેત્રમાં)] જે ઓટોમોબાઇલ ઉધોગોને કમ્પોનન્ટ/નાના ઘટકો પૂરા પાડે છે.

ટાટા ગ્રૂપ એ ભારતના અગ્રણી ઔધોગિક ગૃહોમાનું એક છે. જે આઝાદી પૂર્વેથી એક જવાબદાર ઔધોગિક ગૃહ તરીકે લોકોમાં જાણીતું છે. ટાટા મોટર્સ લિમિટેડએ ટાટા જૂથનો જ એક ભાગ છે. ટાટા મોટર્સ લિમિટેડને પોતાના નેનો કાર સંબંધિત પ્રોજેક્ટને પશ્ચિમ બંગાળના સિંગુરથી અન્ય કોઈ બીજા સ્થળે લઈ જવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જે માટે તે અન્ય સ્થળોની શોધમાં હતી. ટાટા ગ્રૂપના ગુજરાત રાજ્ય સાથેના સંબંધો તેમની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા તેમજ ભારતની ઔધોગિક સમુદાય અને સામાન્ય જનતામાં નેનો કાર પ્રોજેક્ટના મહત્વંને ધ્યાનમાં લઈને રાજય સરકારને લાગ્યું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તે ઇચ્છનીય છે કે ટાટા મોટર્સ પ્રાઈવેટ લિમિટેડ તેની નેનો કાર સંબંધિત ઔધોગિક કામગીરી ગુજરાતમાં આરંભે અને તે માટે રાજય સરકારે વ્યાજબી અને શકય હોય તેટલી મદદ અને યોગ્ય ઔધોગિક વાતાવરણ ટાટા મોટર્સ પ્રાઈવેટ લિમિટેડને પૂરું પાડવું જેથી કંપની તેની ઔધોગિક કામગીરી ગુજરાતમાં કરી શકે તે માટે રાજ્ય સરકાર સક્રિય આધાર પૂરો પાડશે. 

લોનનો પ્રકાર: ગુજરાત સરકાર નાણાકીય પ્રોત્સાહનોના સ્વરૂપમાં ટાટા મોટર્સ પ્રા. લી.ને વાર્ષિક 0.1%ના સાદા વ્યાજના દરે લોન આપેલ છે.

લોન ક્વોનટમ:
       I.    લોનની મહતમ મર્યાદા (અ) TML (ટાટા મોટર્સ લી.)ના પ્રથમ ભાગના રોકાણના ૩૩૦% અથવા (બ) રાજ્ય સરકાર ધ્વારા TMTને નેનોના વેચાણ સારું થયાના તારીખથી ૨૦ વર્ષ સુધી જે રકમ આપવામાં આવે છે બંન્નેમાથી જે ઓછું હોય તે જે કે ......

    II.      ગેરસમજને નિવારવા માટેએ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે TMLનું પ્રથમ ભાગના રોકાણનો ઉપયોગ માત્ર વિકાસ, ઉત્પાદન, નેનો કારનું વેચાણ, તેના ઘટકોનું ઉત્પાદન અને તે સંબંધિત પ્રવુતિઓ કે જેનો ઉલ્લેખ સેડ્યુયલ-1 માં કરેલ છે. તે કામો માટે જ કરી શકાશે.

 III.      પ્રથમ ભાગના રોકાણોમાં નીચેની વસ્તુનો પણ સમાવેશ કરવામાં આવે છે. ૨૨૦ K.V વીજળી જોડાણ (ડબલ સર્કિટ બે સ્ત્રોતમાથી). પ્રોજેકટની જરૂરિયાત માટે 66/11 KVનું અલગથી સબ-સ્ટેશન (ડબલ સર્કિટ) ઉપરોકત તમામ જરૂરિયાત TML ના ખર્ચમાં ગણવામાં આવશે કે જે TML ના પ્રથમ ભાગના રોકાણ નો ભાગ ગણાશે. ...

લોનની ચુકવણી: આ લોનની ચુકવણી માસિક હપ્તામાં નેનો કારના વેચાણ શરૂ  થયાના ૨૦ વર્ષ બાદ ૨૧માં વર્ષના પ્રથમ મહિનાથી શરૂ કરવામાં આવશે.

આ લોનની ચુકવવાનું નેનો કારના વેચાણ શરૂ થયાના ૨૦ વર્ષ બાદ ૨૧માં વર્ષના પ્રથમ મહિનેથી માસિક હપ્તા સ્વરૂપે વસૂલવામાં આવશે.

                        પી. એચ. જગતાપ - સેક્શન ઓફિસર - ઈન્ડસ્ટ્રી અને માઇન્સ ડિપાર્ટમેંન્ટ

પ્રોત્સાહન પેકેજ:  
૧. સોફટ લોન (Rs. 9,570/- કરોડ રૂપિયા) પ્રથમ તબક્કામાં Rs. 2,900 કરોડ (સ્થળાંતર ખર્ચ સહિત) 20 વર્ષ માટે માસિક ધોરણે વિતરીત કરવામાં આવશે. જેનું આયોજન નીચે મુજબ છે.                                    
લોનનું વ્યાજ 0.1% રહશે જે 20 વર્ષ બાદ માસિક ધોરણે પરત કરવાની રહેશે. 

૧. સરકાર ધ્વારા ફાળવવામાં આવેલી જમીનનું ભૂકતાન 8 સમાન વાર્ષિક હપ્તામાં 8%ના ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કરવાનું રહેશે. 1100 એકર જમીન તાત્કાલિક ધોરણે તમામ મંજૂરી અને પરવાનગી સાથે ફાળવવામાં આવશે. 

૨. જમીન તબદીલી માટે ચૂકવવામાં આવતા સ્ટેમ્પ ડ્યૂટી, રજીસ્ટ્રેસન, અને ટ્રાન્સફર ચાર્જમાંથી મુક્તિ.
૩. 3/4 લેન રોડનું જોડાણ.

૪. પ્રોજેક્ટની લોજિસ્ટિક જરૂરિયાતોના અભ્યાસ જેવા કે ફ્રી ફ્લો ઓફ ટ્રાફિક સોસિયલ સિક્યોરિટી એન્ડ કેપેસિટી ઓફ સ્ટેટ હાઇવે તેમજ કારની નિકાસ અને કાચા માલની આયાતના અભ્યાસ માટે એક સલાહકારની નિમણૂક.

૫. DMIC કોરીડોરથી રેલ્વે જોડાણ માટે જમીન સંપાદન ટાટા મોટર્સના ખર્ચે ......

૬. આનુષંગીક ઉધોગો માટે વધારાની જમીન ઉપલબ્ધ ક        રાવવામાં આવશે.

૭. 200 KVA વીજ પુરવઠો ડબલ સર્કિટ ધ્વારા પૂરો પાડવા 4 MVAનું પ્રોજેકટ રિસીવ સ્ટેશનનું બાંધકામ અને આ હેતુ માટે 66/11 KVA પેટા સ્ટેશન પ્રોજેકટ સાઇટ નજીક સ્થાપવામાં આવશે.

૮. ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાંથી મુક્તિ.

૯. 1400 ક્યુબિક મીટર/ઘનમીટર પાણી દરરોજ પ્રોજેકટ સાઇટ પર પૂરું પાડવામાં આવશે. તેમજ તાત્કાલિક જરૂરિયાત માટે ભૂગર્ભજળ વાપરવાની પણ પરવાનગી આપવામાં આવે છે. 

૧૦. જોખમી કચરા (હેજર્ડિયસ વેસ્ટ)ના નિકાલ માટેની વ્યવસ્થા તેમજ ટ્રીટેડ વેસ્ટ વોટરના નિકાલ માટેની પણ પરવાનગી આપવામાં આવે છે. 

૧૧. ટ્રાન્સપોર્ટ નગરના વિકાસ માટે (જેમાં લોજિંગ, બોર્ડિંગ તેમજ અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે) PPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરસિપ) ધોરણે સહાય આપવામાં આવશે. 

૧૨. કેટલીક પ્રક્રિયાઓ માટે આઉટસોર્સિંગ પણ કરી શકાશે. 

૧૩. અમદાવાદ નજીક ટાઉનશિપ બનાવવા માટે 100 એકર જમીન પૂરી પાડવામાં આવે છે. 

૧૪. પ્રોજેકટ સાઈટ સુધી કુદરતી ગેસ પુરવઠો પૂરો પાડવા માટે ગેસ પાઇપ લાઇનની સુવિધા પૂરી પાડવામાં આવશે. 

૧૫. કાનૂની સહાય અને માર્ગદર્શન રાજય સરકાર ધ્વારા પૂરું પાડવામાં આવશે.

આ પેકેજ સ્પેસિયલ અપવાદરુપ પેકેજ છે. ઉપરોક્ત સુવિધાઓ અને છૂટ અન્ય આ જ ક્ષેત્રમાં કે અન્ય ક્ષેત્રમાં કામ કરતાં ઉધોગગૃહોને લાગુ પડતાં નથી