છેલ્લા સાઇઠ વર્ષથી ગુજરાતમાં મગન માધ્યમના નામે ગરીબો સાથે ભયાનક
છેતરપીંડી ચાલે છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
મગન દેસાઈએ ગુજરાતમાં ગુજરાતી
માધ્યમની હિમાયત કરી હતી અને ત્યારથી ગુજરાતી માધ્યમ મગન માધ્યમના
નામે ઓળખાય છે. મગન માધ્યમની હિમાયત કરનારા
ગાંધીવાદીઓ, સાહિત્યકારો અને
સર્જકોના સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણ્યા, અમેરિકામાં
સેટલ થયા અને ગુજરાતના કરોડો ગરીબોના ગળામાં ગુજરાતી માધ્યમ
નામનું ઘંટીનુ પડ ભરાવી દીધું. પરિણામે આજે ગુજરાતની એંસી ટકા આદિવાસી, દલિત, શોષિત, મજુર, પછાત, ગરીબ પ્રજાના સંતાનો ઉપલી જાતિઓ અને વર્ગોના સંતાનો સામે હારી ગયા છે.
ગુજરાતમાં ખ્રિસ્તી મીશનરીઓએ પણ અત્યાર સુધી એમની જ સેવા કરી હતી. જઇને જુઓ અમદાવાદની મિરઝાપુરની સેન્ટ ઝેવિયર્સ
સ્કુલમાં, જ્યાં મેટ્રિકમાં પ્રથમ આવનારા સ્કુલના વિદ્યાર્થીઓની યાદીમાં
ત્રિવેદી, ભટ્ટ, શાહ અને સોની જ છે, એકપણ મકવાણા, સોલંકી, દડવી કે દેવીપૂજક કે બારૈયા નથી. એ યાદ રાખજો કે જ્યારે આ મિશનરી આદિવાસીને ભણાવવા
માંડ્યા ત્યારે તેમની સામે એમણે વિરોધ શરૂ કર્યો, કેમ કે આદિવાસીનો દીકરો ભણીગણીને અંગ્રેજી બોલવા માંડે તો તેમના રસ્તા, ઓવરબ્રિજ, ઇમારતો કોણ બનાવે એમનો કહેવાતો વિકાસ આદિવાસીના ભોગે તો થાય છે.
અને એટલે બૂનિયાદી અધિકાર પહેલે ગુજરાતમાંથી ગુજરાતી માધ્યમને ખતમ કરવા માટેની જેહાદ શરૂ કરી છે. અમારે અમારે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા છે. તમારે તમારી ગુજરાતી ભાષા સાચવવી હોય તો સાચવો, તમારા ઘરમાં તમારા સેઇફ ડીપોઝિટ વોલ્ટમાં સાચવો. તમે કહેશો કે મોદી સાહેબનું અંગ્રેજી નબળું છે, એમને ક્યાં તકલીફ પડે છે. ભાઈ ગુણવંત, મોદીની તહેનાતમાં તારા હજારો એનઆરઆઈ ઉંધા પડ્યા છે. એ એનઆરઆઈ અંગ્રેજી પકડીને બેઠા છે અને અમને અહીં તું ગુજરાતી ભાષા પકડાવીને બેઠો છે. પરંતુ અમે તારી આ રમત સમજી ગયા છીએ. ભાડમાં જાય તારી ગુજરાતી ભાષા, તારી સંસ્કૃતિ, તારી અસ્મિતા.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો