નિર્ભયા ઇફેક્ટથી સંમોહિત ગુણવંત શાહે ગઈ કાલે દિવ્ય ભાસ્કરમાં લખ્યું, "મોહન ભાગવતજીની વાત સાવ ખોટી છે. એ ભારત, ઇન્ડીયાથી ચડિયાતું નથી. ભાગવતજીની
વાતમાં તો કવિ દલપતરામે રચેલા નાટકમાં પ્રગટ થતું જીવરામ ભટ્ટીય 'મિથ્યાભિમાન' છે. 'રણ તો લીલાછમ'ના લેખકને આરએસએસ 'સાંસ્કૃતિક
મિથ્યાભિમાનમાં રાચતો' હોવાનું જણાયું છે. તેઓ એવું કહેશે કે, અડવાણી, મોદી, તોગડીયા સહિતના તમામ સંઘી પ્રચારકો માટે આ
વાત સાચી છે. (પાકિસ્તાન આ જ રીતે મુસ્લિમોના સાંસ્કૃતિક મિથ્યાભિમાનમાં રાચે છે.) ગુણવંત શાહ
હવે સાચી દિશામાં વિચારી રહ્યા છે, પરંતુ સત્તાની ખુશામતખોરી છોડશે ખરા?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો