ભોપાલમાં મળેલા
ભાજપના કાર્યકર્તા મહાકુંભ પછી 80 ગુણો ભરેલી પુરીઓ, 110 પીપડા ભરીને શાકભાજી અને
ભાત રીતસર ફેંકી દેવામાં આવ્યા. એક અનુમાન પ્રમાણે આમાંથી ઓછામાં ઓછા 90,000
લોકોના પેટ ભરી શકાયા હોત. મહાકુંભમાં કાર્યકર્તાઓને ખાવા માટે જંબૂરી મેદાનમાં 80
સ્ટોલ્સ લગાવેલા હતા. આ તમામ સ્ટોલ્સની પાછળના ભાગે વધેલો ખોરાક નાંખી દીધો. કોઇને
આ ખાવાનું ગરીબોની વસતીમાં વહેંચવાનું સૂઝ્યું નહીં. દૂધની ડેરીનો એક સંચાલક એના
જાનવરો માટે ટેમ્પો ભરીને પૂરીઓ લઈ ગયો. ભાત અને શાકની દુર્ગંધથી માથુ ફાટી જતું
હતું અને બેનરો પર ચીતરેલા કમળથી આ બદબૂ હટતી ન હતી.